ફેમસ ફિલ્મ અને ટીવી અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન
મુંબઇઃ મરાઠી અને હિંદી મનોરંજન જગતના લોકપ્રિય અભિનેતા યોગેશ મહાજનનું 50 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ હોટેલ રૂમમાં હાર્ટ એટેકના હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતાના પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. તેઓ તેમની હિન્દી સિરિયલ ‘શિવ શક્તિ-તપ, ત્યાગ, તાંડવ’ના શૂટિંગ માટે ઉંમરગામ હતા. આ સિરિયલમાં તેઓએ શુક્રાચાર્યની ભૂમિકા ભજવી છે.
તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે સાંજે શૂંટિગની શિફ્ટ પૂરી થયા બાદ યોગેશની તબિયત લથડી હતી. તેઓ ડૉક્ટર પાસે ગયા અને દવા લીધી હતી. ત્યાર બાદ તેઓ રાત્રે હોટેલ રૂમમાં આવીને સૂઇ ગયા હતા, રવિવારે સવારે તેઓ શૂટ પર હાજર નહોતા થયા. સિરિયલની ટીમે તેમને ફોન ક્યો હતો, પણ તેમણે કોલ રિસીવ નહોતો કર્યો. ત્યાર બાદ ઘણી વાર રાહ જોયા બાદ સિરિયલની ટીમે હોટેલની રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. એ સમયે યોગેશ બેડરૂમમાં ઊંધા મોઢે પડેલો જોવા મળ્યો હતો.
Also read: સૈફ અલી ખાન પર થયેલાં હુમલા અંગે Rakhi Sawantએ આપી પ્રતિક્રિયા, કહ્યું આટલા પૈસા…
તેને તુરંત ડૉક્ટર પાસે લઇ જવામાં આવ્યો હતો, પણ તેમણે તેને મૃત જાહેર કર્યો હતો. તેમની કો-સ્ટાર આકાંક્ષા રાવતે કહ્યું હતું કે યોગેશ ગણો જ જિંદાદિલ અને દિલેર વ્યક્તિ હતો. તેની સેન્સ ઑફ હ્યુમર પણ ઘણી સારી હતી. અમે એક વર્ષથી વધુ સમયથી સાથે શૂટિંગ કરી રહ્યા હતા. તેમના નિધનથી અમે બધા શોકમાં છીએ. મહાજન પરિવારે યોગેશના અંતિમ સંસ્કારની માહિતી શેર કરી છે અને જણાવ્યું છે કે અમારા પ્રિય યોગેશ મહાજનનું અચાનક નિધન થયું છે. હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. આજે સવારે બોરિવલી વેસ્ટમાં પ્રગતિ હાઇસ્કૂલ પાસેની સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.