19 વર્ષે કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યાનો ટીવી અભિનેત્રી કર્યો દાવો, ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ
મુંબઈ: ‘બિગ બૉસ 16’ ફેમ અભિનેત્રી શ્રીજીતા ડેએ ટીવી સિરિયલમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લઈને પ્રસિદ્ધિ મેળવી હતી. જોકે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં શ્રીજીતા ડેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેને લઈ ઈન્ડ્સ્ટ્રીમાં હોબાળો મચી ગયો છે. શ્રીજીતાએ કહ્યું હતું કે 19 વર્ષે કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યાની જાહેરાત કરીને ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.
શ્રીજીતાએ કહ્યું હતું કે કરિયરની શરૂઆતમાં તેને અનેક ઘૃણાસ્પદ બાબતોનો સામનો કરવો પડ્યો હતો. 19 વર્ષની ઉંમરે મને એક બંગાળી ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. આ ફિલ્મ એક હિન્દી ફિલ્મની રિમેક હતી. મને મિટિંગ માટે બોલાવી હતી. મારી મમ્મી કોલકાત્તામાં હતી, જેથી હું એકલી જ ફિલ્મના ડાયરેક્ટરે મળવા માટે તેમન ઓફિસે ગઈ હતી. આ દરમિયાન ડાયરેક્ટરે જે રીતે મારા ખભા પર હાથ ફેરવીને વાત કરી તે મને બિલકુલ ગમ્યું નહોતું.
એ ડાયરેક્ટર વૃદ્ધ વ્યક્તિ હતા. જો તમે નાના છો તો તેમને પણ એ સમજાય છે કે આ સારી બાબત નથી. જે રીતે તે મારી સામે જોઈ રહ્યો હતો તે જોઈને મને ગમ્યું નહોતું. જોકે, એ વખતે હું મારું પર્સ લઈને તેની ઓફિસમાંથી બહાર નીકળી ગઈ હતી. મને અનેક વખત અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી પાસે એક મોટી ફિલ્મ છે પણ તેમની પાસે એવું કઈ નથી હોતું. તેઓ માત્ર મારી સાથે મિટિંગ કરીને મને કાસ્ટિંગ કાઉચનો શિકાર બનાવવા માગતા હતા અને આવું મારી સાથે એક બે વખત બન્યું છે.
પોતે કાસ્ટિંગ કાઉચનો શિકાર બનનાર શ્રીજીતાએ કહ્યું હતું કે મને આશ્ચર્ય થાય છે કે આવા લોકોની માનસિકતા કેવી હશે, પણ હું ક્યારેય આ બધી બાબતની લાલચમાં આવી નથી. હું માનું છું કે જ્યાં કામ હોય છે ત્યાં કસ્ટિંગ કાઉચ હોતું નથી.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે શ્રીજીતા ડેએ 2007ની સિરિયલ ‘કસોટી ઝિંદગી કી’થી શરૂઆત કરી હતી અને ત્યાર બાદ ‘તુમ્હી હો બંધુ સખા તુમ્હી’, લેડિઝ સ્પેશિયલ, લાલ ઈશ્ક ઓર યે જાદુ જેવી અનેક ટીવી સિરિયલ અને ફિલ્મોમાં પણ તેને કામ કર્યું છે.