યશ બર્થડે સ્પેશિયલ: ફિલ્મ ‘ટોક્સિક’ના ટીઝરે મચાવ્યો તરખાટ, માર્ચમાં થશે યશ અને રણવીર સિંહની ટક્કર…

સાઉથના સુપરસ્ટાર ફિલ્મ કેજીએફથી રોકી બનીને દર્શકોના દિલ પર રાજ કરનાર એક્ટર યશના જન્મદિવસે ફેન્સને સૌથી મોટું સરપ્રાઈઝ મળ્યું છે. આજે એટલે કે 8મી જાન્યુઆરીના યશનો બર્થડે છે અને આજે જ યશની અપકમિંગ ફિલ્મ ટોક્સિકનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. બે કલાકમાં જ ફિલ્મ ટોક્સિકના ટીઝરને 30 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.
ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
સોશિયલ મીડિયા પર ફિલ્મ ટોક્સિકનું ટીઝર ધમાલ મચાવી રહ્યું છે. આજે ટીઝર રીલિઝ કરવાની સાથે સાથે જ મેકર્સ દ્વારા ફિલ્મ ટોક્સિકની રિલીઝ ડેટ પણ એનાઉન્સ કરવામાં આવી છે. જોવાની વાત તો એ છે કે રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધુરંધરની સિક્વલ પણ સેમ ડે પણ રીલિઝ થવાની છે. આ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે માર્ચ, 2026માં બોક્સ ઓફિસ પર ફિલ્મ ટોક્સિક અને ધુરંધર ટુની ટક્કર જોવા મળશે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી…
રોકીથી રાયા સુધી યશની સફર..
ફિલ્મ ટોક્સિકના ટીઝરની વાત કરીએ તો આ ફિલ્મમાં રાયાનું ઈન્ટ્રોડક્શન ખૂબ જ દમદાર રીતે આપવામાં આવ્યું છે. ફિલ્મ કેજીએફમાં યશનું નામ રોકી હતું જ્યારે ફિલ્મ ટોક્સિકમાં તે રાયા બનીને પડદા પર ધમાલ મચાવતો જોવા મળશે. આજે રીલિઝ કરવામાં આવેલા ટીઝરમાં રાયાનું ઈન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અનુસાર ફિલ્મ ટોક્સિકમાં યશનું નામ તેની પત્ની રાધિકા અને તેના નામનું મિશ્રણ છે. રાધિકાનો રા અને યશનો યા એટલે રાયા.
બોલ્ડ અને એક્શનથી ભરપૂર, દમદાર સ્ટાર કાસ્ટ
વાત કરીએ ફિલ્મના નામની તો ફિલ્મનું નામ છે ટોક્સિકઃ અ ફેયરી ટેલ ફોર ગ્રોન અપ્સ… જેના પરથી લોકો એવો અંદાજો પણ લગાવી રહ્યા છે કે આ ફિલ્મનું નામ જોતા ફિલ્મમાં વાયોલન્સ અને બોલ્ડ સીન્સ હોઈ શકે છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર યશ સિવાય બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી, તારા સુતારિયા અને હુમા કુરેશી સહિત નયનતારા અને રૂક્મિણી વસંત પણ જોવા મળશે.
બોક્સ ઓફિસ પર ફિલ્મ ટોક્સિક વર્સીસ ફિલ્મ ધુરંધર-2
મજાની વાત તો એ છે કે 2026માં બોક્સ ઓફિસ પર કદાચ પહેલો મોટો ક્લેશ માર્ચ મહિનામાં જોવા મળશે. આ ક્લેશ હશે ફિલ્મ ટોક્સિક અને ફિલ્મ ધુરંધર-2 વચ્ચે. મળતી માહિતી મુજબ ફિલ્મ ટોક્સિક 19મી માર્ચ, 2026ના રીલિઝ થઈ રહી છે. જ્યારે રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધુરંધર-2 પણ એ જ દિવસે રીલિઝ થઈ રહી છે. મૂવી લવર્સ તો આ ક્લેશ માટે ખૂબ જ એક્સાઈટેડ છે. હવે ફિલ્મ ટોક્સિક રણીવર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર-2ને કાંટે કી ટક્કર આપશે કે કેમ એ તો સમય જ કહેશે…



