વાહ યશરાજ ફિલ્મ્સની દરિયાદિલીઃ પોતાનો રેકોર્ડ તોડનારને જ આપી શાબાશી | મુંબઈ સમાચાર

વાહ યશરાજ ફિલ્મ્સની દરિયાદિલીઃ પોતાનો રેકોર્ડ તોડનારને જ આપી શાબાશી

સ્પોર્ટસમેનશિપ દરેક ક્ષેત્રના લોકોએ રાખવી જરૂરી છે. ગળાકાપ સ્પર્ધા વચ્ચે સ્પર્ધકો એકબીજાને ઉતારી પાડવાનુ કરે તેના કરતા એકબીજાની તાકાત બને તે જરુરી છે. જોકે આવું ઓછું જોવા મળે છે, પરંતુ ફિલ્મજગતમાં હાલમાં જ આવી એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું.

થિયેટરોમાં ધૂમ મચાવી રહેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા -2 ધ રૂલ રેકોર્ડ્સ બ્રેક કરી રહી છે. આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો રેકોર્ડ બ્રેક કરી ચૂકી છે. ફિલ્મે હિન્દી માર્કેટમાં પઠાણ કરતા વધારેની કમાણી કરી છે. જોકે અલ્લુ અર્જુન અને પુષ્પાની ટીમને આ સફળતા માટે એક મેસેજ મળ્યો છે તેણે સૌન વધારે ખુશખુશાલ કરી દીધા છે.

પઠાણ યશરાજ ફિલ્મ્સ હેઠળ બની હતી. પુષ્પાએ તેમનો જ રેકોર્ડ તોડ્યો છે, પરંતુ યશરાજ ફિલ્મ્સના સોશિયલ પ્લેટફોર્મ પર પુષ્પા-2ની ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. જોકે તેનો જવાબ અલ્લુએ પણ ખૂબ જ નમ્રતાથી આપ્યો છે.
યશરાજ બેનર્સના મેસેજમાં લખ્યું છે કે રેકોર્ડ્સ તોડવા માટે જ બનાવવામાં આવ્યા છે અને નવા રેકર્ડ્સ બનાવવા મોટિવેશન મળે છે. પુષ્પા- ફાયર નહીં વાઈલ્ડ ફાયર છે.

આ પણ વાંચો વરુણ ધવન સહીત ‘Baby John’ની ટીમે મહાકાલ દરબારમાં હાજરી આપી; ભસ્મ આરતીમાં ભાગ લીધો

અલ્લુએ પણ લખ્યું છે કે તમારા મેસેજે દિલ જીતી લીધું. આશા રાખું કે આ રેકોર્ડ્ યશરાજ ફિલ્મ્સ જ તોડે અને આપણે બધા શ્રેષ્ઠતા તરફ આગળ વધીએ.

પઠાણે ભારતીય બોક્સ ઓફિસમાં રૂ. 543 કરોડનો બિઝનેસ કર્યો હતો જેમાંથી રૂ. 524 કરોડ હિન્દીબેલ્ટમાં કમાયા છે જ્યારે પુષ્પાએ રૂ. 1074 કરોડમાંથી રૂ. 689 કરોડ હિન્દી બેલ્ટમાં કમાયા છે.

Back to top button