World Theatre Day: વાત બોલીવૂડના એવા સેલેબ્સની કે જેમણે થિયેટરથી ફિલ્મોમાં કર્યું ડેબ્યુ…

આજે એટલે કે 27મી માર્ચના World Theatre Dayની ઊજવણી કરવામાં આવે છે. થિયેટરે ઈન્ડિયન સિનેમાને અનેક દિગ્ગજ એક્ટર આપ્યા છે અને આ યાદીમાં પૃથ્વીરાજ કપૂરથી લઈને શાહરુખ ખાન સુધીના અનેક એક્ટર્સના નામનો સમાવેશ થાય છે. ત્યારે આવો જોઈએ થિયેટરે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કયા કયા નવા રત્નો ભેટમાં આપ્યા છે…
શાહરૂખ ખાનઃ

આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે શાહરૂખ ખાનનું. બોલીવૂડના રોમેન્સ કિંગ ગણાતા શાહરૂખ ખાને પણ પોતાની એક્ટિંગના કરિયરની શરૂઆત થિયેટરથી જ કરી હતી. દિલ્હી યુનિવર્સિટી અને જામિયામાં ભણતી વખતે શાહરૂખ ખાને થિયેટરમાં કામ કર્યું છે અને ત્યાર બાદ તેણે ટીવી શોઝ અને ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું…
પંકજ ત્રિપાઠીઃ

ક્રિમીનલ જસ્ટીસ, મિર્ઝાપુર જેવી વેબ સિરીઝમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોને જકડી રાખનાર પંકજ ત્રિપાઠી પણ થિયેટરથી જ એક્ટિંગની દુનિયામાં પા પા પગલી માંડી હતી. આજે પંકજ ત્રિપાઠીની તગડી ફેન ફોલોઈંગ છે અને તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામાથી ભણ્યા છે અને અહીં જ પોતાની એક્ટિંગની સ્કીલને નિખારી છે.
ઈરફાન ખાનઃ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓ દિવંગત ઈરફાન ખાનનું નામ પણ લેવામાં આવે છે અને ઈરફાન ખાને માત્ર બોલીવૂડ જ નહીં પણ હોલીવૂડમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. ઈરફાને પણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતી વખતે પોતાની એક્ટિંગ સ્કિલને ડેવલપ કરી હતી.
નસીરુદ્દીન શાહઃ

નસીરુદ્દીન શાહે પણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું છે અને એ સમયે તેમણે અનેક થિયેટર્સ કર્યા છે. નસીરુદ્દીન શાહે પોતાના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.
રત્ના પાઠકઃ

એક્ટ્રેસ રત્ના પાઠકે પણ પોતાના શરૂઆતના દિવસોમાં થિયેટરથી જ એક્ટિંગની દુનિયામાં પા પા પગલી માંડી હતી. એક્ટ્રેસે પોતાના દમદાર અંદાજ અને કાબિલ-એ-તારીફ અદાકારી માટે બોલીવૂડની સાથે સાથે થિયેટરમાં પણ ફેમસ છે.
સતીષ કૌશિકઃ

દિગ્ગજ કલાકાર અને કેલેન્ડર બનીને લોકોના દર્શકોના દિલો પર રાજ કરનારા સતીષ કૌશિક ભલે આજે આપણી વચ્ચે નથી પણ તેમની કમાલની એક્ટિંગ અને ફિલ્મોના માધ્યમથી તેઓ હંમેશા દર્શકોના દિલમાં અજરામર રહેશે. સતીષ કૌશિકે પણ થિયેટરથી જ પોતાના એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી.