
ઈન્ડિયન ટેલિવિઝનના ઈતિહાસના સૌથી લાંબા ચાલેલા અને લોકપ્રિય ટીવી શોની વાત થઈ રહી હોય તો એમાં સૌથી પહેલાં નામ આવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ આવેને આવે. હાલમાં જ આ શોને 17 વર્ષ પૂરા થયા એની ખુશહાલીમાં મેકર્સ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોની સફળતાને એન્જોય કરવા શોની સ્ટાર કાસ્ટ પણ એકદમ સજીધજીને પાર્ટીમાં પહોંચ્યા હતા. આ પાર્ટીના ઈનસાઈડ ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ કોણ કોની સાથે આ પાર્ટીમાં પહોંચ્યું-
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોઝ ટોપર એટલે કે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી પોતાની રિયલલાઈફ દયા એટલે કે પત્ની સાથે પાર્ટીમાં પહોંચ્યા હચા. ઓફવ્હાઈટ ચેક શર્ટમાં જેઠાલાલ હેન્ડસમ લાગી રહ્યા હતા અને શોની સક્સેસની ખુશી તેમના ચહેરા પર છલકાઈ રહી હતી. જ્યારે શોમાં ગ્લેમરનો તડકો લગાવનારા બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પણ આ પાર્ટીમાં પોતાની માતા સાથે એન્ટ્રી લીધી હતી.
શોના મેકર આસિત મોદી પણ પોતાની શોની સફળતાથી ખૂબ જ ખુશ દેખાયા હતા આ પાર્ટીમાં. છેલ્લાં ચાર અઠવાડિયાથી ટીઆરપીના ચાર્ટમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા ટોપ પર રહેતાં તેમની ખુશી અને સેલિબ્રેશન મૂડ ડબલ એક્સએલ થઈ ગયો હતો. રેડ કાર્પેટ પર આસિત મોદીએ શોના સ્ટાર્સ સાથે ફોટોઝ અને સેલ્ફી ક્લિક કરાવી હતી.
આપણ વાંચો: વર્ષો જૂના ઘરેણાં અને હેન્ડમેડ સાડીમાં Nita Ambaniનો મહારાણી જેવો ઠસ્સો જોશો તો…
દરમિયાન શોમાં માધવી ભીડેનો રોલ કરનારા સોનાલિકા જોષીએ પણ શોના 17 વર્ષ પૂરા થવાની ખુશીમાં પોતાનો મોર્ડન અવતારથી લોકોને ચોંકાવી દીધા હતા. હંમેશા સાડીમાં જોવા મળતા માધવીભાભીએ ગાઉન પહેરીને ફેન્સની ધડકનો વધારી દીધી હતી અને તેમણે પોતાના રિયલ લાઈફ હસબન્ડ સાથે પોઝ પણ કર્યા હતા.
આ ઉપરાંત આ પાર્ટીમાં સચિન શ્રોફ, સમય શાહ અને તનુજ મહાશબ્દએ પણ હાજરી આપી હતી અને તેમનો બોન્ડ પણ લોકોને ખૂબ જ પસંદ આપ્યો હતો. ટપ્પુ સેનાની મેમ્બર અને આત્મારામ તુકારામ ભીડેની દીકરી એટલે કે સોનુ ભીડેનો રોલ કરનારી એક્ટ્રેસ ખુશી માલીએ પણ પોતાના શાનદાર લૂકથી લોકાના દિલ જીતી લીધા હતા. જૂનો ગોલી એટલે કે કુશ શાહ પણ આ પાર્ટીમાં પહોંચ્યો હતો અને તે પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો.