ટૂંક સમયમાં જ આવશે પંચાયતની સીઝન 4? અભિનેતાએ પોસ્ટ કરી આપી હિંટ

Panchayat Season 4: ભારતીયોના દિલમાં જેણે રાજ કર્યુ અને IIFA 2024-25માં ચાર જેટલા પુરસ્કાર પ્રાપ્ત કર્યાં છે. હવે લોકો રાહ જોઈ રહ્યાં છે કે, પંચાયત સીઝન-4 (Panchayat Season 4) ક્યારે આવશે? પરિવાર સાથે જોઈ શકાય તેવી બેસ્ટ વેબ સિરીઝમાં પંચાયતનું નામ હવે પહેલા ક્રમે આવે છે. જોકે, દર્શકોને હવે પંચાયત (Panchayat)ની આગામી સીઝનની વધારે રાહ નહીં જોવી પડે! પંચાયતના મુખ્ય અભિનેતા જીતેન્દ્ર કુમારે (Jitendra Kumar) તેમની આગામી વેબ સિરીઝની રિલીઝ તારીખની અપડેટ શેર કરી દીધી છે.
IIFAમાં જીતેન્દ્ર કુમારને મળ્યો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર
જીતેન્દ્ર કુમારને IIFA 2024-25માં પંચાયત 3 માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. તેના અભિનયના અત્યારે ખૂબ જ વખાણ પણ થઈ રહ્યાં છે. આ સાથે પંચાયત વેબ સિરીઝ (Panchayat web series)ને અન્ય ચાર એવોર્ડ પણ IIFA 2024-25માં મળ્યાં છે. રાજસ્થાનના જયપુરમાં આયોજિત IIFA 2024-25 પ્રેસ કોન્ફરન્સમાં પણ સિરીઝના મુખ્ય અભિનેતા જીતેન્દ્ર કુમાર ભાગ લીધો હતો. એટલું જ નહીં પરંતુ જીતેન્દ્ર કુમાર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પંચાયત સીઝન 4 પર એક નવી અપડેટ શેર કરી છે.
Read This…અમિતાભ બચ્ચન KBC છોડી શકે છે! આ ફિલ્મસ્ટાર બની શકે છે શોનો નવો હોસ્ટ…
પંચાયત સીઝન 4 માટે ઓક્ટોબર 2024થી કામ ચાલી રહ્યું છે
અભિનેતા જીતેન્દ્ર કુમારે એક પોસ્ટ શેર કરી છે તેમાં તેઓ પંચાયત સીઝન 4 માટે શૂટિંગ કરી રહ્યાં છે. અભિનેતાએ કહ્યું કે, પંચાયતની ચોથી સીઝન પર કામ ચાલી રહ્યું છે. મીડિયા અહેવાલ પ્રમાણે પંચાયત 4 માટે ઓક્ટોબર 2024થી કામ ચાલી રહ્યું છે. જેથી હવે આગામી થોડા જ સમયમાં તેને રિલીઝ કરવામાં આવશે તેવું અનુમાન છે. અભિનેતાએ શેર કરેલી તસવીરો પરથી એવું અનુમાન છે કે, પંચાયત સીઝન 4 નું શૂટિંગ પૂર્ણ થવાના આરે છે. પાછલી સીઝનની જેમ, ‘પંચાયત 4’ પણ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
ભારતના ગ્રામ્ય પ્રદેશ સાથે સંકળાયેલી છે પંચાયતની કહાણી
જીતેન્દ્ર કુમાર પંચાયત વેબ સિરીઝમાં લીડ રોડમાં કામ કરે છે. મૂળ તે રાજસ્થાનનો છે. જો કે પંચાયતમાં તેના અભિનયના ખુબ જ વખાણ થઈ રહ્યાં છે. પંચાયતની અત્યાર સુધીમાં 3 સીઝન આવી છે અને દરેકના ખુબ જ વખાણ થયાં છે. આ સિરીઝમાં રઘુવીર યાદવ, નીના ગુપ્તા, ચંદન રોય, ફૈજલ મલિક, દુર્ગેશ કુમાર અને સુનિતા રાજવર પણ મુખ્ય ભૂમિકામાં કામ કરી રહ્યાં છે. ભારતના ગ્રામ્ય પ્રદેશની એક અનોખી કહાણી સાથે પંચાયત વેબ સિરીઝ બનાવામાં આવી છે. તેમાં પાત્રોની બોલી, પટકથા અને સાદગીને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે.