તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટાટા બાય-બાય કરશે જેઠાલાલ? પ્રોડ્યુસરે કહ્યું ટૂંક સમયમાં જ… | મુંબઈ સમાચાર
મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટાટા બાય-બાય કરશે જેઠાલાલ? પ્રોડ્યુસરે કહ્યું ટૂંક સમયમાં જ…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી મનગમતી અને લાંબા સમયથી ચાલી રહેલી સિરીયલ છે. દરેક વર્ગના દર્શકો આ સિરીયલ અને એના પાત્રો સાથે એક અલગ બોન્ડ શેર કરે છે. પરંતુ હવે આ સિરીયલને લઈને જ એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સિરીયલની જાન અને લોકપ્રિય કલાકાર દિલીપ જોષી એટલે કે જેઠાલાલ પણ આ શો છોડી રહ્યા છે. છેલ્લાં કેટલાક એપિસોડથી શોમાં દિલીપ જોષી અને મુનમુન દત્તા કે જેઓ આ સિરીયલમાં બબીતાજીનો રોલ કરી રહ્યા છે તે મિસિંગ છે. પરંતુ હવે સિરીયલના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આવો જોઈએ શું કહ્યું છે તેમણે-

આસિતકુમાર મોદીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તારક મહેતા કા સિરીયલને લઈને જ્યારે પણ કોઈ સમાચાર સામે આવી છે તો તરત જ વાઈરલ થઈ જાય છે. ઘણી વખત શોને લઈને સેન્સેટિવ અને મિસલિડિંગ સમાચાર કે રિપોર્ટ્સ સામે આવતા હોય છે. પરંતુ મેં ક્યારેય એની ખાસ પરવાહ નથી કરી. જો દરેક અફવા કે ખોટા રિપોર્ટ્સ પર સ્પષ્ટતા આપવા બેસીશ તો આ ક્યારેય પૂરું નહીં થાય.

આ પણ વાંચો: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે પણ ટોચના શોમાંથી એક

ઈન્ટરવ્યુમાં આગળ તેમણે જણાવ્યું હતું કે હાલમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પોતાની પર્સનલ કમિટમેન્ટ્સને કારણે શોમાં નથી દેખાઈ રહ્યા પણ એનો અર્થ એ નથી કે તેમણે આ શો છોડી દીધો છે. કોઈ પણ શોની સ્ટોરી એક જ કેરેક્ટરની આસપાસમાં ચલાવવી શક્ય નથી. લોકો ખૂબ જ જલ્દી અંદાજો લગાવે છે કે તારણો પર પહોંચી જાય છે. પરંતુ હું સ્ટોરી પર ધ્યાન આપું છું. આ પ્રકારની અફવાઓને ઈગ્નોર કરવાનું યોગ્ય સમજું છું.

આ પહેલાં પણ આસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એવું કંઈ જ નથી. બધા જ અમારી ટીમનો હિસ્સો છે. એમના કેટલાક પર્સનલ કારણો હતા, જેને કારણે તેઓ શોમાં નહોતા દેખાઈ રહ્યા. બાકી બીજી કોઈ વાત નથી. હવે આસિત મોદીની વાતથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે દિલીપ જોષી અને મુનમુન દત્તા હજી પણ આ શોનો હિસ્સો છે અને તેઓ આ શો નથી છોડી રહ્યા.

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ સ્ટાર પાસે નહોતા પીજીનું રેન્ટ આપવાના પૈસા, પણ…

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં શોની ફિમેલ લીડ રહી ચૂકેલા દયાબેનનું પાત્ર કરનારા દિશા વાકાણીને લઈને પણ વિવિધ રિપોર્ટ્સ સામે આવી રહ્યા હતા. દર્શકો લાંબા સમયથી તેમની શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ દયાબેન ક્યારે પાછા ફરશે એ તો સમય જ કહી શકશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button