છાવાનું બોક્સઓફિસ કલેક્શન રૂ. 500 કરોડે પહોંચશે કે નહીં ?

વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની પિરિયોડિકલ ફિલ્મ છાવાએ છેલ્લા 20 દિવસથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજનેતાઓએ પણ વખાણી છે. મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રે શૉ અરેન્જ કરવામાં આવ્યા હતા. ફિલ્મે વર્લ્ડ વાઈડ રૂ. 600 કરોડનું કલેક્શન કર્યું છે, પરંતુ ડોમેસ્ટિક કલેક્શન હજુ 500 કરોડ થઈ શક્યું નથી.
ફિલ્મ 20માં દિવસે બોક્સ ઓફિસ પર નબળી પડી ગઈ છે. 20માં દિવસે રૂ. 5.1 કરોડનું કલેક્શન થયું છે. 19માં દિવસે પણ રૂ. 5 કરોડ આસપાસ જ ફિલ્મે કલેક્શન કર્યું હતું. ફિલ્મનો અત્યાર સુધીનો નેટ ટ્રેડ ફિગર રૂ. 440 કરોડ છે જ્યારે પ્રોડ્યુસરે આપેલો ફીગર રૂ. 479 કરોડ હોવાનું અહેવાલો જણાવે છે. આ રીતે જોઈએ તો ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શનમાં રૂ. 500 કરોડ સુધી પહોંચવાનું ફિલ્મ માટે થોડું અઘરું લાગી રહ્યું છે. મહિનાના અંતમાં એટલે કે 28મી માર્ચે સલમાન ખાનની ફિલ્મ સિકંદર રિલિઝ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલર, સૉગ્સને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ પણ વાંચો…બોલો, રેખાએ મંચ પર અક્ષય કુમારને કર્યો ‘ઈગ્નોર’, સિક્રેટ શું છે?
છાવા પછી રિલિઝ થયેલી ફિલ્મો ક્રેઝી અને સુપરબોયઝ ઓફ માલેગાંવ ખૂબ વખાણાઈ હોવા છતાં દર્શકોને થિયેટરોમાં ખેંચી શકી નથી. સોહમ શાહની ક્રેઝીએ અત્યાર સુધીમાં રૂ. 6 કરોડનું કલેક્શન કર્યું છે જ્યારે સુપરબોયઝ ઓફ માલેગાંવનું બોક્સ ઓફિસ કલેક્શન ત્રણ કરોડનો આંકડો પણ આંબી શક્યું નથી. જોકે બન્ને ફિલ્મોને ખૂબ સારા રેંકિંગ મળ્યા છે.