Sooraj Barjatyaની ફિલ્મમાં Salman Khanને રિપ્લેસ કરશે આ એક્ટર?
Sooraj Barjatya-Salman Khan ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ જોડી છે. એટલું જ નહીં પણ Sooraj Barjatyaએ બોલીવૂડને એનો ‘પ્રેમ’ આપ્યો હતો. હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથે હૈ જેવી સુપરહિટ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. થોડાક સમય પહેલાં જ એવા સમાચાર સાંભળવા મળ્યા હતા કે લાંબા સમય બાદ આ બંને ફરી એક વખત નવા પ્રોજેક્ટમાં સાથે કામ કરતાં જોવા મળશે. પણ હવે મીડિયા રિપોર્ટની વાત માનીએ તો સૂરજ બડજાત્યાએ પોતાના આગામી પ્રોજેક્ટમાં સલમાન ખાનના બદલે બી-ટાઉનના બીજા હીરોને કાસ્ટ કરવાનું નક્કી કર્યું છે.
અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો સલમાન ખાનનું પત્તુ શાહિદ કપૂરે કાપી નાખ્યું છે. સૂરજ બડજાત્યાના આ નવા પ્રોજેક્ટમાં સલમાન ખાનની જગ્યાએ શાહિદ કપૂરને કાસ્ટ કરવામાં આવશે. આ જે નવા પ્રોજેક્ટમાં સલમાન ખાનને રિપ્લેસ કરવાની થઈ રહી છે તેનું નામ પ્રેમ કી શાદી છે. જોકે, ફિલ્મમાં શાહિદની એન્ટ્રીને લઈને હજી કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.
2023માં સૂરજ બડજાત્યાનો એક ઈન્ટરવ્યૂ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને એમાં સૂરજ બડજાત્યાએ કન્ફર્મ કર્યું હતું કે તે પોતાના આગામી પ્રોજેક્ટમાં સલમાન ખાનને કાસ્ટ કરવા જઈ રહ્યા છે. પરંતુ એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંને વચ્ચે મતભેદ થઈ ગયા છે અને એને કારણે સલમાનને બદલે શાહિદ કપૂરને પ્રેમ તરીકે રિપ્લેસ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ છેલ્લાં 2015માં પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધૂમ કમાણી કરી હતી. હવે જોવાની વાત એ છે કે હંમેશાંથી જ સલમાનને પ્રેમના રોલમાં જોવા ટેવાયેલા દર્શકો શાહિદને પ્રેમ તરીકે સ્વીકારી શકશે કે નહીં?