SRK@60: આ કારણે શાહરૂખના બર્થ ડે પાર્ટીની ઝલક તમને જોવા નહીં મળે

બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો આજે 60મો જન્મદિવસ છે. શાહરૂખ ખાનના ફેન્સ માટે દિવાળી જેવો માહોલ છે. ગઈકાલ મોડી સાંજથી જ તેના રેસિડેન્ટ મન્નત બહાર ફેન્સ એકઠા થયા હતા. એસઆરકેએ તેના અલીબાગ ખાતેના ફાર્મહાઉસમાં બર્થ ડે પાર્ટી આપી હતી. કહેવાની જરૂર નથી કે બોલીવૂડના તેના મિત્રોએ પાર્ટીમાં રંગ જમાવ્યો હતો.
શાહરૂખની પાર્ટીની માત્ર એકાદ બે તસવીરો જ તમને જોવા મળશે. હવે તમને જો એવું લાગતું હોય કે આવી ગ્રાન્ડ ઈવેન્ટ પાપારાઝીએ કેમ મિસ કરી તો એવું નથી, પાપારાઝીઓએ તો અલીબાગ પર ડ્રોન પણ ઉડાડયા હતા. પણ એસઆરકે કે તેમના પરિવાર તરફથી તમને કોઈ ઝલક જોવા મળશે નહીં. આનું કારણ કિંગ ખાન પોતે છે. કિંગ ખાન બર્થ ડેનું ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં માનતો નથી.

આનું કારણ કિંગખાને પોતાના 46મા બર્થ ડે પર મીડિયા સાથે શેર કર્યું હતું. કિંગખાને પોતાના ગરીબીના દિવસો યાદ કરતા કહ્યું હતું કે હું સાવ સામાન્ય પરિવારમાં ઉછર્યો છું. અમારે ત્યાં જન્મદિવસની ઉજવણી કંઈ ખાસ ન હતી. એક સમયે અમારી પાસે કેક લેવાના પૈસા પણ ન હતા. આથી મારો જન્મદિવસ મને સાદાઈથી ઉજવવો જ ગમે છે.
જોકે કરણ જોહરે એક તસવીર શેર કરી છે, તેમાં કરણ અને અભિનેત્રી રાનીની પાછળ અનન્યા પાંડે હાથમાં ગ્લાસ લઈ નાચતી દેખાય છે.
કિંગ ખાન પોતાનો 60મો જન્મદિવસ પણ સાદાઈથી જ મનાવ્યો છે. રૂટિન મુજબ તે આજે ચાર વાગ્યે તેના ફેન્સને મળશે.
આપણ વાંચો: પિતા નેતા અને દીકરો બન્યો અભિનેતા: આ સ્વતંત્રતા સેનાની સામે ચૂંટણી લડ્યા હતા શાહરૂખ ખાનના પિતા…



