આલિયાનો ‘લેડી બોસ’ લુક છવાયોઃ પેન્ટ સૂટ પહેરીને આલિયાએ કર્યા ઘાયલ

મુંબઈ: ભટ્ટ કુટુંબમાં મહેશ ભટ્ટ બાદ સૌથી વધુ ટેલેન્ટેડ અને સૌથી વધુ ખ્યાતિ મેળવનારી કોઇ હોય તો એ આ છોકરી છે, એવું આલિયા ભટ્ટ માટે કહેવાતું આવ્યું છે અને પોતાની અભિનય ક્ષમતાથી તેમ જ પડકારજનક પાત્રો ભજવીને આલિયાએ અવારનવાર એ વાત સાચી પણ કરી બતાવી છે.

રણબીર કપૂર સાથે લગ્ન થયા બાદ અને સંતાનને જન્મ આપ્યા બાદ આલિયા ભટ્ટને મોટા પડદે જોવા માટે તેના ફેન્સ તલપાપડ થઇ રહ્યા છે. તેની આગામી ફિલ્મ ‘જિગરા’નું ટીઝર 8 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું છે જેની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, પરંતુ એ પહેલા આલિયા ભટ્ટ ‘ધ કપિલ શર્મા શૉ’માં જોવા મળશે.
તે આ શૉના સેટ પર જોવા મળતા તે ફિલ્મના પ્રમોશન કરી રહી હોવાનું કહેવામાં આવે છે. જોકે, આ શૉના સેટ પર તે જે લુકમાં જોવા મળી હતી તે લુક જોઇને લોકો તેના કાયલ થઇ રહ્યા છે.

સામાન્ય રીતે વેસ્ટર્ન આઉટફિટ કે પછી દેસી લુકમાં જોવા મળતી આલિયા શૉના સેટ પર ‘બોસ લુક’માં જોવા મળી હતી. હવે આલિયાનો આ લેડી બોસ લુક સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. સૂટ-પેન્ટની સાથે આલિયાએ પગમાં બ્લેક હિલ્સ અને મેચિંગ ઇયર-રિંગ્સ પહેરી હતી જે તેના ઠસ્સાદાર લૂકની ખૂબસૂરતી વધારતી હતી.

આલિયા બ્લૂ કલરના સૂટ અને પેન્ટમાં કોઇ મોટી કંપનીની સી.ઇ.ઓ. હોય, બોસ હોય તેવી જ લાગતી હતી. આલિયાના આ લુકથી તેના ચાહકો એટલા ઇમ્પ્રેસ થઇ ગયા કે સોશિયલ મીડિયામાં તેની તસવીરોની નીચે કોમેટ્સ સેક્શન ભરી મૂક્યું.
“એક્ટિંગ છોડી દે અને કોઇ મલ્ટિનેશનલ કંપનીની એમડી બની જા. “મારી બોસ મને જરાય નથી ગમતી, તું મારી કંપનીની સી.ઇ.ઓ. બની જાય તો કેવું સારું, એવી અનેક કોમેન્ટ્સ આલિયાની તસવીરોની નીચે જોવા મળી હતી.

આલિયાની ફિલ્મ ‘જિગરા’ની વાત કરીએ તો તે 11 ઓક્ટોબરે રિલીઝ થશે અને ફિલ્મમાં આલિયાની સાથે વેદાંગ રૈના પણ દેખાશે. ફિલ્મના પ્રમોશન માટે કપિલના શૉમાં આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની સાથે કરણ જોહર દેખાયો હતો.