Aishwarya Rai-Bachchanથી કેમ ડર લાગે છે અભિષેક બચ્ચનને? કહ્યું કે…

અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ ક્યુટ અને લવેબલ કપલમાંથી એક છે. ફેન્સ માટે આ કપલ હંમેશાથી એક ગોલ સેટ કરે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી બંનેના સંબંધોમાં આવેલી ખટાશને કારણે આ કપલ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યાને લઈને અભિષેક બચ્ચને એવી વાત કહી છે કે જે જોઈને ચોંકી ઉઠશો. આવો જોઈએ શું કહ્યું અભિષેક બચ્ચને-
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યાને લઈને અભિષેક બચ્ચને એવી વાત કહી હતી કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. હાલમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં અભિષેક બચ્ચનને આઈ વોન્ટ ટુ ટોક માટે બેસ્ટ એક્ટર જ્યુરીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અભિષેક બચ્ચને કેમ કહ્યું મા-બાપ ક્યારેય સંતાનોના મિત્ર નથી બની શકતા, ઐશ્વર્યા છે કારણ?
એવોર્ડ ફંક્શનમાં શોના હોસ્ટ અર્જુન કપૂર સાથે અભિષેક બચ્ચને થોડી મસ્તી કરી હતી. એવોર્ડ મળ્યા બાદ અર્જુન કપૂરી અભિષેકને પૂછ્યું કે એ કોણ છે કે જે વ્યક્તિ તમને આઈ વોન્ટ ટુ ટોક કહે છે તો તમે સ્ટ્રેસમાં આવી જાવ છો? અભિષેક બચ્ચને આ સવાલના જવાબમાં કહ્યું કે તારા લગ્ન નથી થયા ને હજી, જ્યારે થશે તો તારી પાસે પણ એક જવાબ હશે. અભિષેકનો આ જવાબ સાંભળીને ઉપસ્થિત ઓડિયન્સ પણ હસી પડી હતી.
એક્ટરે આગળ ઐશ્વર્યા રાય-બચ્ચન તરફ ઈશારો કરતાં જણાવ્યું કે જ્યારે વાઈફનો કોલ આવે છે અને તે કહે છે કે આઈ વોન્ટ ટુ ટોક ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે મુશ્કેલીમાં ફસાઈ ગયા છો હેં ને? અભિષેક બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Viral Video: ફેને આપી અભિષેક બચ્ચન સાથે કનેક્ટેડ ગિફ્ટ, ઐશ્વર્યા રાયે આપ્યું આવું રિએક્શન…
અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નને 17 વર્ષ પૂરા થઈ ગયા છે. બંનેએ 2007માં લગ્ન કર્યા હતા અને બંનેને 13 વર્ષની એક દીકરી આરાધ્યા છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કપલ્સ વચ્ચે અણબનાવના અને ખટરાગના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, આ મામલે કપલે હજી સુધી ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી.