જન્મદિવસે અભિનેત્રી હેમા માલિનીએ કેમ કહ્યું કે હું હતાશ અને દુઃખી છું | મુંબઈ સમાચાર
મનોરંજન

જન્મદિવસે અભિનેત્રી હેમા માલિનીએ કેમ કહ્યું કે હું હતાશ અને દુઃખી છું

બોલીવૂડની ડ્રિમગર્લ કહેવાતી અભિનેત્રી હેમા માલિની આજે 77મો જન્મદિવસ મનાવી રહી છે. એક કરતા એક સુપરહીટ ફિલ્મો આપનારી અને ભારતનાટ્યમની પારંગત નૃત્યાંગના હેમા માલિની હવે રાજકારણમાં વધુ સક્રિય હોવાથી ફિલ્મી દુનિયામાં તેમની હાજરી ઓછી દેખાય છે. આ સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછા દેખાય છે.

અભિનય સાથે રાજકારણમાં પણ સક્રિય અને મથૂરાનાં સાંસદ હેમા ક્યારેક રિયાલિટી શૉમાં દેખાય જાય છે, બાકી જાહેર જીવનમાં તેમની હાજરી ઓછી હોય છે. ત્યારે અચાનક તેમની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટ અભિનેત્રીએ અભિનેતા પંકજ ધીરના મૃત્યુ બાદ લખી છે. ખૂબ ઈમોશનલ નોટ હેમાએ પંકજ માટે લખી છે.

આપણ વાંચો: ભરત તખ્તાની નહીં આ બોલીવૂડ એક્ટરને જમાઈ બનાવવા માંગતા હતા હેમા માલિની, દીકરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો!

અભિનેત્રીએ પોતાના જન્મદિવસના રોજ મિત્રની યાદમાં ઈમોશનલ નોટ લખી છે. અભિનેત્રીએ લખ્યું છે કે ગઈકાલે મેં મારા ખૂબ જ પ્રિય મિત્ર પંકજ ધીરને ગુમાવ્યો અને હું સંપૂર્ણપણે ભાંગી પડી છું. તે હંમેશા મને ખૂબ જ ટેકો આપતો હતો, મારા દરેક કાર્યમાં મને પ્રોત્સાહન આપતો હતો અને જ્યારે પણ મને તેની જરૂર હોય ત્યારે હંમેશા મારી સાથે રહેતો હતો.

તેનો સાથ છૂટી ગયો તે વાત મને હંમેશાં પરેશાન કરશે. પોસ્ટમાં, હેમાએ પંકજ ધીરની પત્ની અનિતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

મહાભારત સિરિયલમાં કર્ણની ભૂમિકા નિભાવી ખૂબ પ્રસિદ્ધ થયેલા પંકજ ધીરનું બુધવારે કેન્સરના કારણે અવસાન થયું હતું. તેમની અંતિમ સંસ્કારમાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાન, શક્તિ કપૂર સહિતની સેલિબ્રિટી હાજર હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button