એક જ ઘરમાં હોવા છતાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દરરોજ રાત્રે કેમ લડે છે?
હાલમાં કરન જોહરનો શો ‘કોફી વિથ કરન’ આખી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યો છે. બોલિવૂડનું પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ સિઝનના પહેલા એપિસોડ દરમિયાન જોવા મળ્યા હતા. પરંતુ હવે આલિયા ભટ્ટ અને કરીના કપૂર આગામી એપિસોડમાં જોવા મળવાની છે. આ શો દરમિયાન કરીના કપૂરે તેની ભાભીને બીજા બાળકની સલાહ આપી છે.
કરણ જોહરના શો કોફી વિથ કરણની આઠમી સીઝન ચાલી રહી છે અને તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ શોના આગામી એપિસોડમાં કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટ જોવા મળશે. જેની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ દરમિયાન બોલિવૂડની જાણીતી નણંદ-ભાભીની જોડી એટલે કે કરીના કપૂર અને આલિયા ભટ્ટ કરણ જોહરના સવાલોના જવાબ આપતા જોવા મળશે. આ એપીસોડમાં આલિયાએ જણાવ્યું હતું કે તેમની દીકરી રાહાને લઈને રણબીર અને તેની તકરાર થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તેની અને રણબીર કપૂર વચ્ચે તેમની દીકરી રાહાને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે બંને તેમની પુત્રી સાથે સમય પસાર કરવા માંગે છે. પરંતુ આ સમય દરમિયાન, તેમની પુત્રી સાથે સૌથી વધુ સમય કોણ વિતાવશે તે અંગે બંને વચ્ચે લડાઈ છે.
જોકે, આ શો દરમિયાન કરીના કપૂર ખાને તેની ભાભી એટલે કે આલિયા ભટ્ટને બીજુ બાળક કરવાની સલાહ આપી હતી. આલિયા ભટ્ટે શો દરમિયાન કહ્યું હતું કે, ક્યારેક એવું બને છે કે સમયની અછત હોય છે અને આલિયાની આ વાત સાંભળીને કરીના કપૂરે તેને બીજું બાળક કરવાની સલાહ આપી હતી.