યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ કેમ કહ્યું કે તે ડિસેમ્બરથી ઊંઘી નથી શકી?

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભલે હાલમાં ફિટનેસને કારમે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી, પણ તેમ છતાં તે તેની પત્ની ધનશ્રી ચહલને કારણે સતત લાઈમલાઈટમાં રહેતો હોય છે. હાલમાં ધનશ્રી ચહલ ડાન્સ રિયાલિટી ટીવી શો ઝલક દિખ લા જામાં વાઈલ્ડકાર્ડ તરીકે આવી છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ, પણ હવે ચહલની પત્નીએ એવી વાત કહી છે કે જે સાંભળીને બધા જ ચોંકી ઉઠ્યા છે.

જી હા, વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ ધનશ્રી ચહલે એક સ્ટોરી પોસ્ટ કરી છે અને એ સ્ટોરીમાં તેણે એવું કહ્યું છે કે તે ડિસેમ્બર મહિનાથી ઊંઘી નથી શકી. ધનશ્રીની આ પોસ્ટથી ફેન્સ ખુદ વિચારમાં પડી ગયા છે કે આખરે ડિસેમ્બરથી ધનશ્રીના લાઈફમાં એવું તે શું ચાલી રહ્યું છે કે તેની ઉંઘ હરામ થઈ ગઈ છે? પણ આ સવાલનો જવાબ પણ ધનશ્રીની સોશિયલ મીડિયા પોસ્ટ અને વોલને જોઈને મળી જાય છે.
ધનશ્રી છેલ્લાં કેટલાક સમયથી પોતાના આ ડાન્સ રિયાલિટી શોની તૈયારીઓમાં વ્યસ્ત હતી અને એને કારણે જ તેની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખુદ ધનશ્રીએ આ તૈયારીઓના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેમાં એક ફોટોમાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં તે કઈ રીતે એક સેટથી બીજા સેટ પર દોડાદોડી કરી રહી છે એ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ધનશ્રી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે અને તે અવારનવાર પોતાનો ફોટો, વીડિયો અને સ્ટોરી પોસ્ટ કરતી હોય છે. દરમિયાન વચ્ચે ટીમ ઈન્ડિયાના જ ખેલાડી શ્રેયસ અય્યર સાથે તેનું નામ પણ કનેક્ટ કરવામાં આવ્યું હતું અને એ સમયે એની સ્ટોરી અને પોસ્ટને અય્યર સાથે જોડીને જોવામાં આવતી હતી. પરંતુ બાદમાં આ બધી માત્ર અફવાઓ સાબિત થઈ હતી અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું.