મનોરંજન

સર્કસ કેમ ફ્લોપ થઇ? દિગ્દર્શક રોહિત શેટ્ટીએ જણાવ્યું આ કારણ..

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સર્કસ’ બોક્સ ઓફિસ પર સદંતર ફ્લોપ રહી હતી. આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણવીર સિંહ, પૂજા હેગડે, જેક્વેલીન ફર્નાન્ડીઝ અને અન્ય ઘણા કલાકારો જોવા મળ્યા હતા. જો કે રિલીઝ બાદ તેને જોનારા દર્શકોએ પણ આ ફિલ્મની ખૂબ ટીકા કરી હતી. હવે રોહિત શેટ્ટીએ ફિલ્મની નિષ્ફળતા પર પોતાનું મૌન તોડ્યું છે, અને પોતાની ભૂલ હતી તેમ સ્વીકાર્યું છે.

હાલમાં જ અજય દેવગન અને રોહિત શેટ્ટી કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ-8’માં જોવા મળ્યા હતા. શોમાં કરણ જોહર સાથેની વાતચીત દરમિયાન, જ્યારે રોહિત શેટ્ટીને ‘સર્કસ’ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ફિલ્મ નિર્માતાએ તરત જ કહ્યું કે ભૂલ તેની જ છે, અને પોતે એક નિર્દેશક તરીકે નિષ્ફળ ગયો હોવાની તેણે કબૂલાત કરી હતી.

રોહિતે કહ્યું હતું કે, “હા, મારાથી ભૂલ થઇ હતી અને આ મહામારી દરમિયાન બનેલી ફિલ્મ હતી. સૂર્યવંશીની રિલીઝ પહેલા તેને બનાવવામાં આવી હતી. કદાચ એક ડિરેક્ટર તરીકે એ ફિલ્મમાં મારાથી ભૂલ થઈ ગઈ. આ એક નાની ફિલ્મ હતી જેમાં મેં ભૂલ કરી હતી, મોટી ફિલ્મ નહોતી. ત્રણ દિવસ બાદ, હું મારી વેબ સિરીઝનું શૂટિંગ કરી રહ્યો હતો.”

સર્કસમાં રણવીર સિંહ અને વરુણ શર્માએ ડબલ રોલ કર્યો હતો. આ સિવાય ફિલ્મમાં પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડીઝ, જોની લીવર, સંજય મિશ્રા અને મુકેશ તિવારી પણ હતા. દીપિકા પાદુકોણે પણ તેમાં સ્પેશિયલ ડાન્સ નંબર કર્યો હતો.

હવે રોહિત શેટ્ટી સિંઘમ અગેન ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ જેવા ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. આ સાથે રોહિત શેટ્ટી પણ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ વેબ સિરીઝ લઇને આવી રહ્યા છે. તેઓ પહેલીવાર દિગ્દર્શક તરીકે ડિજીટલ પ્લેટફોર્મ પર શરૂઆત કરી રહ્યા છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, વિવેક ઓબેરોય, શ્વેતા તિવારી, નિકિતિન ધીર, રુતુરાજ સિંહ, મુકેશ ઋષિ અને લલિત પરિમુ જોવા મળશે છે. આ સીરિઝ 19 જાન્યુઆરીએ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…