નેશનલમનોરંજન

અંબાણીના ઘરે શનિવારે કેમ જામ્યો સેલેબ્સનો મેળો? જોઈ લો ઈનસાઈડ પાર્ટીના વીડિયો…

અંબાણી’ઝની વાત થઈ રહી હોય ત્યારે તો પૂછવાનું શું હોય? હજી તો બે દિવસ પહેલાં ફૂટબોલના ખેલાડીના માનમાં અંબાણી’ઝની પાર્ટી થ્રો કરી હતી અને હવે આજે ફરી એક વખત અંબાણી’ઝ એમની પાર્ટીને કારણે લાઈમલાઈટ આવી ગયા છે. આ વખતે પાર્ટીનું નિમિત્ત બન્યા છે ઈશા અંબાણી અને આનંદ પિરામલના જોડિયા દીકરા.

અત્રે ઉલ્લેખનીય છે કે કે ઈશા-આનંદના દીકરા એક વર્ષના થઈ ગયા છે. આ બંનેના નામ આદિયા અને કૃષ્ણા છે. બંનેના નામનો અર્થ પણ ખૂબ જ ખાસ છે, આદિયા એટલે પહેલી શક્તિ અને કૃષ્ણા એટલે પરમેશ્વર. આ બંનેના નામ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

કૃષ્ણા-આદિયાનો જન્મદિવસ આમ તો 19મી નવેમ્બરના આવે છે એટલે કે આવતીકાલે બંનેને એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. પરંતુ આવતીકાલે વર્લ્ડકપની મેચ હોવાને કારણે એક દિવસ પહેલાં જ મુંબઈમાં બંનેના જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી હતી.

આ ગ્રાન્ડ પાર્ટીમાં પરિવારના લોકોની સાથે સાથે બોલીવૂડના અનેક સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. આ પાર્ટીના ઈનસાઈડ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં કરણ જોહરથી લઈને હાર્દિક પંડ્યા સુધીના લોકો હાજર રહ્યા હતા.

આ બર્થડેમાં પહેલી જ વખત કૃષ્ણા અને આદિયાની ઝલક જોવા મળી હતી. નાના-નાની મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા અને કહેવાની જરૂર ખરી કે બંને જણે હર હંમેશની જેમ લાઈમલાઈટ ચોરી લીધી હતી. ખાસ વાત તો એ છે નાની નીતા અંબાણી અને દોહિત્રી આદિયાએ એક જેવો ડ્રેસ પહેર્યો હતો.

નીતા અંબાણીનો લૂક જોઈને કોઈ પણ એવું કહી ના શકી કે તે દાદી અને નાની બની ગયા છે. તેમની સુંદરતા અને રૂપ જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવવાનું અઘરું છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ સાથે એક અલગ જ બોન્ડ જોવા મળ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button