મનોરંજન

બચ્ચન પરિવાર ઐશ્વર્યા વિના જ કાશી વિશ્વનાથ દર્શને કેમ ગયો?

બનારસ: બુધવારે બોલીવુડ સ્ટાર અભિષેક બચ્ચન તેમની માતા જયા બચ્ચન અને બહેન શ્વેતા નંદા સાથે મુંબઈ એરપોર્ટ પર દેખાયા હતા ત્યારે તે ક્યા જઇ રહ્યા છે તેનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. જોકે ગુરુવારે કાશી-વિશ્વનાથ ભગવાનના દર્શન કરતા હોવાની બચ્ચન કુટુંબની તસવીરો સામે આવી હતી. જેનાથી સ્પષ્ટ થયું હતું કે તે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે કાશી જઇ રહ્યા હતા. જોકે તેમની સાથે અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન દેખાઇ નહોતી.

આ પણ વાંચો: બચ્ચન પરિવારમાંથી બીજું મોટું ડેબ્યુ? શ્વેતા બચ્ચને કહ્યું કે….

ભગવાન શિવની નગરી બનારસ જેને કાશી કે પછી વારાણસી પણ કહેવાય છે ત્યાં આવેલા કાશી-વિશ્ર્વનાથ મંદિરમાં અભિષેક, જયા બચ્ચન અને શ્વેતાએ દર્શન કર્યા હતા અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જોકે, તેમની સાથે ઐશ્વર્યા કેમ નહોતી તેવો સવાલ લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે.

એક તસવીરમાં જયા બચ્ચન ભેટ સ્વીકારતા જ્યારે બીજી તસવીરમાં અભિષેક ભેટ સ્વીકારતા જોવા મળે છે ત્યારે વધુ એક તસવીરમાં શ્વેતા મંદિરના પરસિરમાં ફરતી જોવા મળે છે.

આ દરમિયાન ત્રણેવે પરંપરાગત પોષાક પહેરેલો પણ જોવા મળ્યો હતો. અભિષેકે સફેદ રંગનો કુર્તો-પાયજામો અને કાળો વેસ્ટકોટ પહેર્યો હતો જ્યારે જયા બચ્ચને પીળા રંગનો પ્રિન્ટેડ સુટ પહેર્યો હતો. શ્વેતા બચ્ચન પણ લાલ રંગના સૂટમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: બચ્ચન પરિવારની લાડલીએ પોલ ખોલી નાખી, કહ્યું કે મળે છે મોટા પરિવારમાં હોવાનો ફાયદો

ઐશ્વર્યા રાય બચ્ચન કુટુંબ સાથે ન દેખાતા થોડા વખત પહેલા જ શરૂ થયેલી ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. ઐશ્વર્યા અને અભિષેક બંને વચ્ચે ખટાશ આવી ગઇ છે અને બંને છૂટાછેડા લેવાના હોવાની વાત થોડા સમય પહેલા વહેતી થઇ હતી. જોકે, આ મામલે ઐશ્વર્યા કે અભિષેક બંનેએ હજી સુધી કોઇપણ સ્પષ્ટતા કરી નથી.

અભિષેક છેલ્લે ઘૂમર ફિલ્મમાં જોવા મળ્યો હતો અને હવે તે શૂજીત સરકારની ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હજી સુધી આ ફિલ્મનું ટાઇટલ નક્કી નથી થયું, પરંતુ તેની રિલીઝ ડેટ 15 નવેમ્બર, 2024 હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker