‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરીએ હવે ઈન્ટિમેટ સીન મુદ્દે શા માટે આપ્યું આ નિવેદન?
મુંબઈ: ‘એનિમલ’ સ્ટારર અભિનેત્રી તૃપ્તિ ડિમરી ફિલ્મમાં તેના ઈન્ટિમેટ સીનને લઈને ખૂબ જાણીતી બની હતી, પરંતુ હજુ પણ મુદ્દાને ડિમરી ચર્ચામાં રહે છે. આ ફિલ્મ પછી તેને ‘નેશનલ ક્રશ’નું ટાઇટલ પણ આપવામાં આવ્યું હતું. જોકે હવે તૃપ્તિએ રણબીર કપૂર સાથે તેના ઈન્ટિમેટ સીનને લઈને નવો ખુલાસો કર્યો છે.
તૃપ્તિ ડિમરીને ‘એનિમલ’ ફિલ્મમાં જોયા બાદ અમુક લોકોએ તેની પ્રશંસા કરી હતી તો કેટલાકે તેની ટીકા પણ કરી હતો. આ બધી બાબતને લઈને તૃપ્તિએ કહ્યું હતું કે ફિલ્મમાં મારા પાત્રનું કામ રણબીરને હનીટ્રેપમાં ફસાવવાનું હતું, જેને લીધે મેં આવા દૃશ્યો શૂટ કર્યા હતા. ફિલ્મ પહેલા દર્શકો પાસેથી મને પ્રશંસા જ મળી છે. એનિમલ મારી માટે એક મુશ્કેલ ફિલ્મ હતી. મેં મારા કામફર્ટ ઝોનથી બહાર આવવા માટે ફિલ્મ કરી હતી.
એનિમલના રિલીઝ બાદ મને ટ્રોલ કરવામાં આવી હતી. આ કારણે મારા મમ્મી-પપ્પા ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. તેમની ઈચ્છા હતી કે હું એક સફળ ફિલ્મની ભાગ બનું, પણ આવા વિવાદમાં હું ન પડું. મારા સમજાવ્યા બાદ તેઓ શાંત થયા. ફિલ્મના વિવાદથી તેઓ ગભરાઈ ગયા હતા.
તૃપ્તિએ તેના સ્ટ્રાગ્લિંગના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે જ્યારે મારી પહેલી ફિલ્મ ફ્લોપ થઈ હતી ત્યારે મેં ખોટા કરિયરની પસંદગી કરી છે એવું લાગતું હતું. હું મારા માતા-પિતાને ગર્વનો અનુભવ કરાવવા માગતી હતી, એટ્લે હું બૉલીવૂડમાં ટકી રહી છું. મારી માટે આ બધુ નવું હતું પણ મે હાર ન માનતા ધીરે ધીરે કામ શીખી લીધું હતું.