Amitabh Bachchanએ કેમ કહ્યું જહાં અકલ હૈ વહાં અકડ હૈ… | મુંબઈ સમાચાર

Amitabh Bachchanએ કેમ કહ્યું જહાં અકલ હૈ વહાં અકડ હૈ…

ટીવી ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા શો હોય છે કે જે વર્ષો બાદ પણ દર્શકોના દિલો દિમાગ પર રાજ કરે છે અને આવો જ એક શો એટલે કૌન બનેગા કરોડપતિ. અમિતાભ બચ્ચનની અનોખી હોસ્ટિંગ સ્કિલ્સને કારણે આ શો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 25 વર્ષથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરતો આ શોની નવી સિઝન ટૂંક સમયમાં જ ઓન એર થવા જઈ રહી છે અને ખુદ બિગ બીએ પોસ્ટ કરીને આની માહિતી આપી છે.

અમિતાભ બચ્ચન જ કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરશે અને શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે. વચ્ચે એવી અફવાઓ સાંભળવા મળી હતી કે અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ છોડી રહ્યા છે અને તેઓ હવે આગામી સિઝન હોસ્ટ કરતાં નહીં જોવા મળે. કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બિગ બી પર્સનલ કારણોસર આ શો છોડી રહ્યા છે. પણ બાદમાં ખુદ ચેનલે આ અફવાઓનું ખંડન કર્યું હતું.

હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે, કારણ કે શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન એક નવી ટેગલાઈન સાથે ટીવી પર પાછો ફરશે. આ વખતે શોમાં જહાં અકલ હૈ, વહાં અકડ હૈની થીમ રાખવામાં આવી છે. બિગ બીએ ફિલ્મ અગ્નિપથના પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે આ વખતે તેમનો શો 11મી ઓગસ્ટ, 2025ના ઓન એર થશે. કેબીસીની નવી સિઝન સોમવારથી શુક્રવારના રાતે 9 વાગ્યે પ્રસારિત થશે.

આપણ વાંચો:  રાધિકા યાદવ મર્ડર કેસ: પિતાએ એક્ટર સાથેના અફેરની શંકામાં હત્યા કરી, શું છે હકીકત?

થોડાક દિવસ પહેલાં ક કેબીસીના 25 વર્ષ પૂર્ણ થવા પર પણ કેબીસીએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં બિગ બીએ કેબીસીની લેગેસીને યાદ કરી હતી. બિગ બી માટે આ શો ખૂબ જ ખાસ છે. 2000ની સાલમાં જ્યારે પહેલી વખત આ શો ઓન એર થયો ત્યારે બિગ બી ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમની પ્રોડક્શન કંપની પણ નુકસાનમાં ચાલી રહી હતી.

અમિતાભ બચ્ચન પાસે એ સમયે આ છેલ્લો મોકો હતો કે જેનાથી તેઓ પોતાની જાતને સાબિત કરી શકતા હતા. 25 વર્ષની આ જર્નીમાં આ શોને શાહરૂખ ખાને પણ હોસ્ટ કરવાની ટ્રાય કરી હતી. પણ અમિતાભ બચ્ચન સામે તેમનો ચાર્મ ફિક્કો પડી ગયો હતો. હવે ફરી વખત બિગ બી પોતાના આ શોથી દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button