મનોરંજન

Amitabh Bachchanએ કેમ કહ્યું માંડ માંડ બચ્યો હું…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ-16 (Kaun Banega Crorepati)ને કારણે લાઈમલાઈટમાં છે. આ શોમાં બિગ બી કન્ટેસ્ટન્ટ સાથે પોતાની પર્સનલ લાઈફ રિલેટેડ પણ ઘણી વસ્તુઓ શેર કરતાં હોય છે અને એને કારણે માહોલ એકદમ મજેદાર બની જાય છે. આવા જ એક એપિસોડ દરમિયાન બિગ બીએ પોતાની ગ્રેજ્યુએશનની ટકાવારી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં પણ બિગ બીએ તેમને કયો વિષય સમજવામાં મુશ્કેલી પડતી હતી એના વિશે પણ વાત કરી હતી. આવો જોઈએ શું કહ્યું બિગ બીએ-

આ પણ વાંચો: 81 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન શા માટે કરે છે કામ ? પોતે જ જણાવ્યું કારણ….

બિગ બીએ જણાવ્યું હતું કે બીએસસી કરી લીધું અને એ પણ એ જાણ્યા વિના કે આખરે બીએસસી શું હોય છે? સાયન્સમાં સારા માર્ક્સ આવ્યા તો એપ્લાય કરી દીધું. 10 વર્ષમાં એટલું તો શીખી લીધું હતું કે સાયન્સમાં સ્કોપ છે અને 45 મિનીટમાં જ એ પૂરું પણ કરી લીધું. પહેલી વખત જ્યારે નિષ્ફળતા મળી. પછી જ્યારે બીજી વખત પ્રયાસ કર્યો ત્યારે માંડ માંડ 42 ટક મળ્યા. બચી ગયો.

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીએ 1962માં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ 1969માં તેમણે વોઈસ નેરેટર તરીકે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. એક્ટિંગની વાત કરીએ તો તેમણે સાત હિંદુસ્તાનીથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેમણે આનંદ, ગુડ્ડી, રેશ્મા ઔર શેરા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો: ‘મારી સાથે ક્યારેય રોમેન્ટિક નહોતા…’ અમિતાભ સાથેના સંબંધો પર આ શું બોલ્યા જયા બચ્ચન!

આજે 81 વર્ષની ઉંમરે પણ બિગ બી એકદમ વર્કોહોલિક છે અને તેઓ કેબીસી હોસ્ટ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેઓ રજનીકાંત સાથે ફિલ્મ વેટૈયામાં જોવા મળશે. આ ફિલ્મ 10મી ઓક્ટોબરના રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલાં તેઓ કલ્કી 2898 એડી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button