અસરાનીના મૃત્યુથી અક્ષય કુમાર ફીલ કરી રહ્યો છે ડિપ્રેશન, ફોન કરી કહે છે કે…

હિન્દી સહિત ગુજરાતી ફિલ્મોમાં યાદગાર અભિનય કરનારા અભિનેતા ગોવર્ધન અસરાનીનું દિવાળીના દિવસે જ 84 વર્ષની વયે નિધન થઈ ગયું. એકદમ લૉ પ્રોફાઈલ લાઈફ જીવતા અસરાનીની ઈચ્છા અનુસાર તેમના અંતમ સંસ્કાર બાદ તેમના મૃત્યુની જાણકારી બધાને આપવામાં આવી.
રાજેશ ખન્નાથી માંડી અક્ષય કુમાર સાથે કામ કરી ચૂકેલા અસરાનીનું મોત ફિલ્મજગત માટે અકળાવનારું હતું જ, પરંતુ અભિનેતા અક્ષય કુમાર માટે આ ઘડી ભારે કપરી સાબિત થઈ છે. આનું કારણ એ હતું કે અસરાની તાજેતરમાં હૈવાન અને ભૂત બંગલા ફિલ્મમાં કામ કરી રહ્યા હતા, જેમાં અક્ષય પણ છે. છેલ્લા 40 દિવસથી બન્ને સાથે કામ કરી રહ્યા હતા અને આ બન્ને ફિલ્મો પ્રિયદર્શન ડિરેક્ટ કરી રહ્યા છે, જેમણે અસરાની સાથે ઘણું કામ કર્યું છે.
પ્રિયદર્શને જણાવ્યું કે અક્ષયે મને બે વાર ફોન કર્યો અને પોતે જ કહ્યું કે હું ડિપ્રેશન ફીલ કરું છું. આનું કારણ એ છે કે તેઓ લાંબા સમયથી સાથે શૂટ કરતા હતા. અસરાની અક્ષયને એક્ટિંગ મામલે ઘણી સલાહ આપતા. આ સાથે સેટ પર રાજપાલ યાદવ પણ રહેતો તેને જીવનમાં હવે કઈ કઈ ભૂલ ન કરે તેવું પણ સમજાવતા.
આપણ વાંચો: કોણ છે ગોવર્ધન અસરાનીની પત્ની મંજુ? જેણે વર્ષો પહેલા છોડી ફિલ્મની દુનિયા
અસરાની ઊભા ન હતા થઈ શકતા
પ્રિયદર્શને જણાવ્યું કે તેમના નિધનની ખબરથી હું પણ ખળભળી ઉઠ્યો હતો, પરંતુ મને એક વાતનો સંતોષ છે કે તેમના છેલ્લા શૉટ મે શૂટ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જ્યારે શૂટિંગ પર આવતા તો લાંબા સમય સુધી ઊભા રહી શકતા ન હતા. આથી અમે તેમને ચેર આપતા અને તેમનો શૉટ આવે ત્યારે જ તેમને ઊભા કરતા. ઈન્દોરથી તેઓ આવતા હતા ત્યારે રસ્તો ખરાબ હોવાથી તેમની પીઠમાં પણ દુઃખાવો રહેતો, છતાં તેઓ શૂટિંગ પર આવતા હતા.
અસરાની 84 વર્ષની ઉંમરે પણ એક્ટિવ હતા. જોકે મૃત્યુના ચાર દિવસથી તેમને શ્વાસની તકલીફ થતા તેઓ જૂહુની આરોગ્ય નિધિ હૉસ્પટલમાં દાખલ થયા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર તેમના સંતાન ન હતા. પરિવારમાં તેમના પત્ની અંજુ છે, જે એક સમયમાં અભિનેત્રી તરીકે કામ કરી ચૂક્યાં છે.



