આ વ્યક્તિને કારણે અભિ-એશના ડિવોર્સ…. બહાર આવ્યું સત્ય
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેમની વચ્ચેના સંબંધોમાં સતત ખટાશ આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે. ઉપરાંત, જ્યારે અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા વિશેની એક પોસ્ટ લાઇક કરી હતી, જેના પછી ઐશ્વર્યા રાય સાથેના તેના છૂટાછેડાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. અભિષેક બચ્ચનને છૂટાછેડાની આ પોસ્ટ કેમ પસંદ આવી તેનો ખુલાસો હવે થયો છે.
લેખિકા હીના ખંડેલવાલ દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં, ‘ગ્રે ડિવોર્સ’ના વધતા જતા વલણ વિશે બતાવવામાં આવ્યું હતું, જ્યાં પતિ-પત્નીને 50 વર્ષની ઉંમર પછી અલગ થતા બતાવવામાં આવે છે. અભિષેક બચ્ચને છૂટાછેડા વિશેની પોસ્ટને લાઈક કરી હતી કારણ કે ઐશ્વર્યાના લાંબા સમયના મિત્ર ડો.ઝીરક માર્કરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઉલ્લેખિત લેખમાં યોગદાન આપ્યું છે.
ડો.ઝીરક માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત છે. તેઓ ઐશ્વર્યાના જૂના મિત્ર હોવાનું કહેવાય છે. ઘણા વર્ષો પહેલા તેઓ ફારુક શેખના શો ‘જીના ઈસી કા નામ હૈ’માં જોવા મળ્યા હતા. આ શોમાં બંનેએ તેમની મિત્રતા વિશે ખુલીને વાત કરી હતી. હવે, કારણ કે આ લેખ પત્ની ઐશ્વર્યાના નજીકના મિત્ર દ્વારા લખવામાં આવ્યો હતો, તેથી અભિષેક બચ્ચનો તે પોસ્ટ લાઇક કરી હતી.
અભિષેક બચ્ચનની આ પોસ્ટને લોકોએ લાઈક કરતાં જ લોકોએ તેના અલગ-અલગ અર્થ કાઢ્યા હતા, પરંતુ હવે ઐશ્વર્યા-અભિષેકના ફેન્સ ખુશ છે. અભિષેક અને ઝીરક એક બીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે, પરંતુ ઐશ્વર્યા ડો.ઝીરક ને ફોલો કરતી નથી. ઐશ્વર્યા ફક્ત એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે છે તેનો પતિ અભિષેક બચ્ચન. તે અમિતાભ બચ્ચનને પણ ફોલો કરતી નથી.