Aalia Bhattને કેમ Valentines Day Overrated લાગે છે?
બી-ટાઉનની ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ પર્સનલ લાઈફને કારણે ઘણી વખત લાઈમલાઈટમાં રહેતી હોય છે, જેને કારણે ફેન્સ તેની સાથે સતત કનેક્ટેડ ફીલ કરે છે. અત્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યો છે અને લોકોની મોસ્ટ ફેવરેટ સ્ટાર વેલેન્ટાઈન ડે કે ડેટને લઈને પોતાનો અનુભવ શેર ના કરે તો કઈ રીતે ચાલે? આલિયાએ પોતાના ફેન્સ સાથે આવો જ એક ડેટનો અનુભવ શેર કર્યો છે, આવો જોઈએ શું છે આ એક્સપિરિયન્સ…
આલિયા ભટ્ટે પોતાનો અનુભવ શેર કરતાં વેલેન્ટાઈન્સ ડેને ઓવરરેટેડ ગણાવ્યો હતો અને કદાચ આ બાદ તેના ફેન્સનું દિલ તૂટી ગયું હશે. કરણ જોહરના શો કોફી વિથ કરણમાં પોતાની ખરાબ ડેટનો અનુભવ શેર કર્યો છે અને એ પણ દસ વર્ષ પહેલાં…
2014માં આલિયા પરિણીતી ચોપ્રા સાથે કોફી વિથ કરણમાં આવી હતી અને જ્યારે એક્ટ્રેસને કરણે શોમાં સિંગલ હોવા અંગે સવાલ કર્યો હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે હું સિંગલ છું અને ખૂબ જ ખુશ છું. પરંતુ જ્યારે રજા હોય છે ત્યારે મને ખૂબ જ ખરાબ લાગે છે કારણ કે મારી આસપાસમાં બધા કપલ્સ હોય છે. વેલેન્ટાઈન ડે એ ખૂબ જ ઓવરરેટેડ છે.
આલિયાનો આ જવાબ સાંભળીને કરણે કહ્યું હતું કે આલિયા આ બધું એટલા માટે કહી રહી છે કારણ કે તેનો કોઈ બોયફ્રેન્ડ નથી. કરણની આ વાત સાંભળીને આલિયાએ જણાવ્યું હતું નહીં… વેલેન્ટાઈન ડે અને ન્યુ યર… એક વખત મારો બોયફ્રેન્ડ મને વેલેન્ટાઈ ડે પર બહાર લઈ ગયો હતો અને તેણે આખો સમય મારી સાથે વાત નહીં કરી. એટલે જ મને લાગે છે કે આ એકદમ ઓવરરેટેડ છે.
આલિયા ભટ્ટની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક ક્યૂટ દીકરી પણ છે જેનું નામ રાહા રાખ્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ફિલ્મ જીગ્રામાં જોવા મળશે. અત્યારે તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને તે છેલ્લે રણવીર સિંહ સાથે પિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરીમાં જોવા મળી હતી.