આલિયા, કરિશ્મા કે કરિના કોની સાડી સૌથી સુંદર? તમે જ કહો

આદર જૈન અને અલેખા અડવાણીના મુંબઈમાં ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં પણ દરેક મેરેજની જેમ ફેશનનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. સેલિબ્રિટીઓએ તેમની સાડીઓથી લગ્નમાં ગ્લેમર ઉમેર્યું હતું કેટલાકે ડિઝાઇનર લહેંગા પહેર્યા હતા તો કેટલાકે સુંદર સાડીઓથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
કરીના કપૂર રેડ સાડીમાં શોભતી હતી:-
ભાઇ આદરના લગ્નમાં કરીના કપૂરે લાલ રંગની સાડી પહેરી હતી. આ સાડી ડિઝાઇનર રીતુ કુમાર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તેમાં સિલ્ક ફેબ્રિક અને સેક્વિન વર્ક કરવામાં આવ્યું હતું અને સાથે નાજુક ભરતકામ પણ હતું જેનાથઈ સાડી દીપી ઉઠતી હતી. સાડીની કિંમત આશરે દોઢેક લાખ હોવાનું જાણવા મળ્યું છે. કરીનાએ એમરાલ્ડ નેક્લેસ સાથે દેશી લુક કંપ્લીટ કર્યો હતો.
દેશી લુકમાં અનન્યા પાંડે છવાઇ ગઇ:-
આદર જૈન અને અલેખા અડવાણીના મેરેજમાં અનન્યા પાંડેએ પણ હાજરી આપી હતી. તેણે પણ લાલ સાડી પહેરી હતી. તેની આ સાડી તરૂણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તેના પર સુંદર ટિરેડિશનલ ભરતકામ કરવામાં આવ્યું હતું. સાડીની બોર્ડર પર ઝરદોસી વર્ક કરવામાં આવ્યું હતું. સાડીનો લુક મોર્ડન અને આરામદાયક હતો અને લાંબી, પાતળી અનન્યા એમાં શોભી રહી હતી.
આલિયા ભટ્ટ પિંક સાડીમાં પરી જેવી લાગતી હતી:-
આલિયા ભટ્ટે આદર જૈનના મેરેજમાં સબ્યસાચીની ડિઝાઇન કરેલી ગુલાબી સાડી પહેરી હતી, જે તેમના હેરિટેજ કલેક્શનમાંથી હતી. આ સાડીમાં સેક્વિન વર્ક કર્યું હતું, જેનાથઈ સાડી વધુ આકર્ષક લાગતી હતી. આલિયાએ સિલ્વર પ્લેટફોર્મ હિલ્સ અને ઇયરિંગ્સ તથઆ જ્વેલરી સાથે લુક પૂર્ણ કર્યો હતો.
લગ્ન માટે કરિશ્માએ ક્લાસી લૂક પસંદ કર્યો હતો:-
કરિશ્માએ આ લગ્ન માટે તરૂણ તાહિલિયાનીની સાડી પસંદ કરી હતી. તેણે આશરે 2.9 લાખ રૂપિયાની કિંમતની કાંચીવરમ સાડી પહેરી હતી, જેમાં લેસ અને સ્વોરોસ્કી ડાયમંડ્સ ભરેલા હતા. તેણે મેટાલિક એમ્બ્રોયડરીવાળા બ્લાઉઝ અને પોલકી નેકલેસથી લુક પુર્ણ કર્યો હતો.
આ પણ વાંચો…છપરી લોકોનો તહેવાર છે હોળી, ફરાહ ખાનની કમેન્ટ પર ભડક્યા યુઝર્સ