મનોરંજન

…’ઈદ’ના દિવસે હવે કોની ફિલ્મો ચાલશે?

મુંબઈ: તહેવારો નિમિત્તે ફિલ્મો રિલીઝ કરીને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડનાર બૉલીવુડના ભાઇજાન સલમાન ખાનની આ ઈદમાં કોઈ ફિલ્મ રિલીઝ કરવાના નથી. જોકે આ ઈદ નિમિત્તે અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ સાથે અજય દેવગનની ફિલ્મની બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર જામવાની છે, પણ આ બંને ફિલ્મોની એડ્વાન્સ બૂકિંગને ખૂબ જ ઓછો રિસ્પોન્સ મળી રહ્યો છે.

આવતીકાલે 10 એપ્રિલે અક્ષય કુમાર-ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની ‘મેદાન’ આ ફિલ્મો રિલીઝ થવાની હતી, જોકે ઈદ ગુરુવારે (11 એપ્રિલે) ઉજવવામાં આવી તો આ ફિલ્મોની રિલીઝ ડેટમાં બદલાવ કરવામાં આવી છે, પણ આ ફિલ્મોના અમુક શોઝ 10 તારીખે રાખ્યા છે. આ કારણને લીધે લોકોના મનમાં બે ફિલ્મોને લઈને મૂઝવણ નિર્માણ થઈ છે. હવે આ બે ફિલ્મોમાંથી કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે કે નહીં એ જોવાનું રહેશે.

અક્ષય અને ટાઈગરની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને સેન્સર બોર્ડ તરફથી લીલીઝંડી મળી ગઈ છે. આ ફિલ્મનો રન-ટાઈમ 2.43 કલાક હતો, પણ હવે તેને ઘટાડીને 2.35 કલાક કરવામાં આવ્યો અને અજય દેવગનની ‘મેદાન’ પણ 3.1 કલાકની છે. આ ફિલ્મો ખૂબ જ લાંબી હોવાથી ફિલ્મની એડ્વાન્સ બુકિંગને લોકોને નબળો રિસ્પોન્સ મળી રહ્યો છે, જેથી ફિલ્મના મેકર્સે ફિલ્મના રન ટાઈમ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ગયા શનિવારથી જ ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’નું એડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. 10 એપ્રિલે રિલીઝ થનારી આ બંને ફિલ્મોની એડ્વાન્સ બુકિંગમાં 15 હજાર ટિકિટ પણ વેચાઈ નથી. માહિતી મુજબ ‘બડે મિયાં છોટે મિયાં’ની 9,000 અને ‘મેદાન’ની માત્ર 6,000 ટિકિટ વેચાઈ છે. હવે આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ જાય તો નવાઈ રહેશે નહીં. આ બંને ફિલ્મની રિલીઝ પહેલા સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું, જે લોકોને પસંદ પડી હતી. જોકે સલમાન ખાનની ફિલ્મ આ વર્ષે નથી આવવાની જેથી ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’નું શું થશે એ બાબતે રિલીઝ બાદ જ જાણવા મળશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker