નેશનલમનોરંજન

આ કોના બાળકના ભણતરનો ખર્ચ ઉઠાવવા તૈયાર થયા Anupam Kher?

રાષ્ટ્રીય ગીત ગાતી વખતે દરેક ભારતીયોની છાતી છપ્પનની થઈ જાય છે અને ગર્વથી માથુ ઊંચું થઈ જાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ જાય કે ભાઈ દેશપ્રેમની કે દેશભક્તિની કોઈ ઉંમર નથી હોતી. એટલું જ નહીં 26મી જાન્યુઆરી પહેલાં આ વીડિયોએ લોકોમાં જુસ્સો અને જોશ ભરી દીધો છે.

સોશિયલ મીડિયા પર એક નાનકડાં ટેણિયાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કે કાલીઘેલી ભાષમાં રાષ્ટ્રીય ગીત ગાઈ રહ્યો છે. આ બાળક કોણ છે એ તો જાણી શકાયું નથી, પણ તેણે જેટલા જોશથી રાષ્ટ્રગીત ગાઈ રહ્યો એ જોવાલાયક છે અને બોલીવૂડ એક્ટર અનુપમ ખેરે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે અને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં એક્ટરે તો આ બાળકના ભણતનો ખર્ચ ઉઠાવવાની વાત પણ કરી હતી.

અનુપમ ખેર આ વીડિયોને શેર કરતાં પોતાની વોલ પર કેપ્શનમાં લખ્યું છે કે ભારતના કોઈ નાનકડાં ગામમાં આ નાનકડાં બાળકને આપણા રાષ્ટ્રગીત ગાતો જોઈને કોઈએ સાચું જ કહ્યું છે કે શબ્દ નહીં ભાવનાઓ વધારે જરૂરી છે. મને આ વીડિયો કોઈએ વોટ્સએપ પર મોકલ્યો છે. બાળકનું સરનામું મળી જાય તો એના જીવનભરના અભ્યાસની જવાબદારી મારું ફાઉન્ડેશન ઉઠાવશે. જોશવાળા આ હોનહારની જય હો… અહીંયા તમારી જાણ માટે અનુપમ ખેરનું ફાઉન્ડેશન બાળકોના અભ્યાસ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ ચાર વર્ષનો આ બાળક હાથમાં તિરંગાને બદલે ઝાડનું પાંદડુ લઈને ઊભો છે અને પૂરા જોશ અને ગર્વની સાથે રાષ્ટ્રગીત ગાઈ રહ્યું છે અને વચ્ચે જ તેનામાં નવા ઉત્સાહનો સંચાર થાય છે અને એના અવાજમાં પણ એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અંતમાં આ બાળક જયહિંદ બોલે છે અને આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ એકદમ ખુશ થઈ જાય છે.

આ વીડિયો પર લોકો જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે પોતાની કાલીઘેલી ભાષામાં રાષ્ટ્રગીત ગાઈને આ બાળકે બધાનું દિલ જિતી લીધું છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે વાહ બચ્ચા, ભલે શબ્દોનું ઉચ્ચારણ સાચું હોય કે ના હોય પણ જે જુસ્સો છે એને સલામ… એક યુઝરે તો બાળકની આ ક્યુટનેસને જોઈને તેને પોતાની પાસે અમેરિકા બોલાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button