શુભમન ગિલને છોડીને આ કોની સાથે પાર્ટી કરતી જોવા મળી સારા તેંડુલકર?
શુભમન ગિલ અને સારા તેંડુલકરનું નામ હંમેશા લિંકઅપ કરવામાં આવે છે, પણ બંનેમાંથી કોઈ હજી સુધી પોતાની રિલેશનશિપને લઈને ખુલીને બોલવાનું પસંદ કરતાં નથી. પણ બંને જણ ઘણી વખત એકસાથે સ્પોટ થતાં હોય છે. પરંતુ હવે સારા તેંડુલકરને લઈને કંઈક એવા સમાચાર સાંભળવા મળી રહ્યા રહ્યા છે કે કદાચ સારા અને શુભમનના ફેન્સનું દિલ તૂટી શકે છે.
વાત જાણે એમ છે કે સારા હાલમાં જ શુભમન ગિલ નહીં પણ જહાન્વી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે પાર્ટી કરતાં જોવા મળી હતી. એટલું જ નહીં બંને વચ્ચેની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ પણ એકદમ ચોંકી ઉઠ્યા છે અને એકદમ ગૂંચવણમાં મૂકાઈ ગયા છે.
હાલમાં કોફી વિથ કરણના એપિસોડમાં જહાન્વી કપૂરે શિખર પહાડિયા સાથેની તેની રિલેશનશિપ કબૂલી હતી અને એટલું જ નહીં એક્ટ્રેસ પોતાના બોયફ્રેન્ડ સાથે તિરુપતિ વેંકટેશન મંદિરમાં દર્શન કરવા પણ પહોંચી હતી. બંને જણ એકબીજામાં જે રીતે ખોવાયેલા જોવા મળે છે એ જોતાં બંને જણ ટૂંકમાં જ લગ્ન કરી લે એવું પણ લાગી રહ્યું છે.
જહાન્વી અને શિખરની રિલેશનપની વચ્ચે શુક્રવારે શિખર અને સારા તેંડુલકર એક સાથે પાર્ટી કરતાં જોવા મળ્યા હતા. પાર્ટી માટે સારાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે શિખર વ્હાઈટ શર્ટ અને બ્લ્યુ જિન્સમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં કારની અંદર સારા અને શિખર કંઈક વાત કરતાં જોવા મળ્યા હતા. બંનેને હસતા, મસ્તી મજાક કરતાં જોઈને ફેન્સ થોડા કન્ફ્યુઝ થઈ ગયા છે કે આખરે આ ચાલી શું રહ્યું છે?
વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે જહાન્વીના બોયફ્રેન્ડ સાથે સારા શું કરી રહી છે? જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે બંને જણ એક જ કારમાં સાથે જઈ રહ્યા છે, જે એકદમ અજીબ છે. જ્યારે બીજા કેટલાક લોકોએ પૂછ્યું હતું કે શુભમન ગિલ ક્યાં ગયો? કેટલાક લોકો સારા અને શિખરને સાથે જોઈને ખૂબ જ એક્સાઈટેડ છે. હવે સારા અને શિખર મિત્રો છે કે નહીં એ વાતનું કન્ફ્યુઝન લો માત્ર એ જ લોકો દૂર કરી શકે છે.