કોણે કહ્યું હતું જયાજી સાથે લગ્ન કરવા માટે, જાણો કોણે પૂછ્યો અમિતાભ બચ્ચનને આવો સવાલ?

બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મો એટલી ચર્ચામાં નહીં રહેતી હોય જેટલી તેમની પર્સનલ લાઈફ અને સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં રહે છે. દરરોજ બિગ બી પોતાની ડે ટુ ડે લાઈફની વાતો ફેન્સ સાથે શેર કરે છે અને ફેન્સ પણ આતુરતાપૂર્વક તેમની પોસ્ટની રાહ જોતા હોય છે. ફેન્સ બિગ બીની પોસ્ટ પર ક્યારેક એવી એવી કમેન્ટ કરતાં હોય છે કે જે વાંચીને હસવું આવી જાય તો ક્યારેક ગુસ્સો પણ આવે. હવે બિગ બી તેમની લેટેસ્ટ પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. આ પોસ્ટને કારણે તો યુઝર્સ બિગ બીને જયા બચ્ચન સાથે લગ્ન કેમ કર્યા એવો સવાલ પણ પૂછ્ રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ બિગ બી પોસ્ટમાં…
અમિતાભ બચ્ચન ઘણી વખત એવી ટ્વીટ કરતાં હોય છે કે યુઝર્સ વિચારમાં પડી જતાં હોય છે તો કોઈ વાત તેઓ દીકરા અભિષેક બચ્ચનના વખાણ કરતાં જોવા મળે છે તો કોઈ વાર લાઈફની ફિલોસોફી સમજાવે છે. હવે બિગ બીના લેટેસ્ટ ટ્વીટની ચર્ચા થઈ રહી છે અને યુઝર્સ બિગ બીની આ ટ્વીટ પર ખૂબ જ મોજ લઈ રહ્યા છે તો વળી કેટલાક યુઝર્સ તો તેમને રેખાજી હાલ ચાલ પણ પૂછવા લાગ્યા હતા.
બિગ બીએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે નિર્ણય ક્યા હોગા, યે ના સોચ, સહી કિયા હોગા, તો લગેગા સમય, પર લગેગી ના કોઈ ખરોચ… આ ટ્વીટ પર યુઝર્સે મોજ-મસ્તી કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક યુઝર્સે તો બિગ બીની મેન્ટલ હેલ્થ પર પણ કમેન્ટ કરી હતી તો કેટલાક લોકોએ રાતે ઉંઘ ના આવવાની સમસ્યા પર કટાક્ષ કર્યો હતો.
આ પણ વાંચો: Amitabh Bachchanએ કેમ અભિષેકને કહ્યું કે હજી તો વર્ષ પૂરું નથી થયું અને તમે…
એક યુઝરે બિગ બીની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ગ્રોક સાબિત કરો કે આમનું માનસિક સંતુલન બગડી ગયું છે. બીજા એક યુઝરે ટ્વીટ કરતાં લખ્યું હતું કે રેખાજી કેમ છે? શું એમની વાત થાય છે? ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે શું સાચું શુ ખોટું, શું આને કારણે પણ રાતે ઉંઘ નથી આવતી. એટલે ક્યારેક રાતે 3 વાગ્યે તો 4 વાગ્યે ટ્વીટ કરવા પડે છે. ચોથા એક યુઝરે તો હદ કરી નાખી અને કહ્યું કે કોણે કહ્યું હતું કે જયા બચ્ચન સાથે લગ્ન કરો?
અત્રે ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ કર્યાના ત્રણ જ મિનિટ બાદ બિગ બીએ પોતાના બ્લોગ પર એક પોસ્ટ લખી હતી અને તેમણે એક ગર્જના કરતાં વાઘનું કાર્ટુન શેર કર્યું હતું. લખ્યું હતું કે વાઘ એ વાઘ હોય છે, પાળેલો વાઘ પણ તમને નુકસાન પહોંચાડી શકી છે.
આ પણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો, કહ્યું કે…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી ટૂંક સમયમાં જ ફિલ્મ કલ્કી 2898 એડીની સિક્વલમાં જોવા મળશે. આ સિવાય તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની નવી સિઝન લઈને આવી રહ્યા છે, જેના પ્રોમોઝ રિલીઝ કરવામાં આવી રહ્યા છે અને ફેન્સ આતુરતાપૂર્વક આ શોની રાહ જોઈ રહ્યા છે.