Malaika Aroraને કોણે કહ્યું આઈ લવ યુ? શું હશે Arjun Kapoorનું રિએક્શન…
Malaika Arorra હમણાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. હમણાં જ મલાઈકા અરોરાએ બીજા લગ્ન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને એવામાં હેડિંગ વાંચીને તમને એવું પણ થયું હશે કે જો અર્જુન કપૂરે મલાઈકાને આઈ લવ યુ નથી કીધું તો કોણે કીધું હશે અને આ સાંભળ્યા પછી અર્જુનનું રિએક્શન કેવું હશે? ચાલો અમને જણાવીએ…
વાત જાણે એમ છે મલાઈકા ડાન્સ રિયાલિટી ટીવી શો Jhalak Dikh La Ja-11ને જજ કરી રહી છે અને આ શોના જ એક કન્ટેસ્ટન્ટ શોએબ ઈબ્રાહિમ મલાઈકા અરોરા સાથે રોમેન્ટિક થયો હતો અને અને એટલું નહીં પણ તેણે મલાઈકાને આઈ લવ યુ પણ કહ્યું હતું.
શોએબ ઈબ્રાહિમ પત્ની દિપીકા કક્કર સાથે શોમાં ભાગ લઈ રહ્યો છે અને તે દિવસે દિવસે પોતાના પર્ફોર્મન્સમાં સુધારો લાવી રહ્યો છે જે જજને પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. હવે આ જ શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જજ મલાઈકા શોએબના ડાન્સ પર્ફોર્મન્સથી ખૂબ જ ખુશ થઈ જાય છે. શોની કો-જજ ફરાહ ખાન મલાઈકાને પૂછે છે કે સામાન્યપણે સેલેબ્સ હંમેશા જજને રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ તમે મારી સાથે એક પર્ફોર્મન્સ કરો. પણ મલાઈકા તું કોની સાથે કાટે નહીં કટતે દિન યે રાત… પર ડાન્સ કરવાનું પસંદ કરીશ?
ફરાહના આ સવાલના જવાબમાં મલાઈકા અરોરા કહે છે કે શોએબના આ પર્ફોર્મન્સ બાદ ચોક્કસ જ શોએબ સાથે. મલાઈકાનો આ જવાબ સાંભળીને શોએબની ખુશીનો પાર નથી રહેતો. શોએબ સ્ટેજ પર જાય છે અને ત્યાર બાદ ફરાહ તેની સાથે ડાન્સ કરે છે. ફરાહ અને શોએબને ડાન્સ કરતા જોઈને મલાઈકા શોએબને પોતાની તરફ ખેંચે છે. શોએબ-મલાઈકાનો ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં શોએબ મલાઈકા સાથે રોમેન્ટિક થતો અને તેને આઈ લવ યુ કહેતો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ અઠવાડિયે અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ સાથે બીજા લગ્ન કરી લીધા છે અને ફરાહ ખાને પણ મલાઈકાને બીજા લગ્ન વિશે સવાલો કર્યા હતા ત્યારે મલાઈકાએ જે વિચારો વ્યક્ત કર્યા હતા એ જોઈને ફેન્સ જ નહીં પણ કદાચ અર્જુન પણ ચોંકી ઉઠ્યો હશે.