મનોરંજન

પાકિસ્તાનના શ્રીમંત હિન્દુ અભિનેતા કોણ છે, જેનું નામ ગિનિસ રેકોર્ડમાં નોંધાયેલું છે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મુસલમાનોની મોટી વસ્તી છે અને તેમાં ઘણા અમીર લોકો છે. પાકિસ્તાનમાં હિન્દુ ધર્મના લોકો પણ રહે છે જેની વસ્તી 5.2 મિલિયન છે. આ પાકિસ્તાનની કુલ વસ્તીના માત્ર 2.17 ટકા છે અને આ 2.17 ટકામાં પણ ઘણા કરોડપતિ છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મના સૌથી ધનિક વ્યક્તિના ગ્લેમર વર્લ્ડ સાથે કનેક્શન છે? પાકિસ્તાનમાં રહેતા સૌથી ધનાઢ્ય હિન્દુ વ્યક્તિનું નામ દીપક પેરવાની છે, જે લોકપ્રિય ફેશન ડિઝાઇનર છે.

આ પણ વાંચો: રિ-રિલિઝમાં જબરી કમાણી કરનારી ફિલ્મની હીરોઈન માવરા હોકેને કહ્યું કે…

એવોર્ડ વિજેતા ફેશન ડિઝાઈનર પણ છે

દીપક પેરવાની એક્ટર પણ છે અને તેણે પાકિસ્તાની નાટકોમાં પણ કામ કર્યું છે. તેનો જન્મ 1974માં મીરપુર ખાસમાં સિંધી પરિવારમાં થયો હતો. 1996માં તેણે પોતાનું બુટિક “ડીપી (દીપક પેરવાની)” ખોલ્યું હતું, જે દરેક પ્રકારના વસ્ત્રો માટે જાણીતું નામ છે. દીપક પેરવાની એક એવોર્ડ વિજેતા ફેશન ડિઝાઇનર છે.

દુનિયાનો સૌથી મોટો કૂર્તો બનાવવા જાણીતા

પેરવાનીને 2014માં બલ્ગેરિયન ફેશન એવોર્ડ્સમાં વિશ્વના છઠ્ઠા શ્રેષ્ઠ ફેશન ડિઝાઇનર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. પોતાની પ્રતિભાના આધારે પરવાનીએ ઘણી ખ્યાતિ અને સંપત્તિ કમાઈ. વિશ્વનો સૌથી મોટો કુર્તો બનાવવા માટે દીપક પેરવાનીનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

પિતરાઈ ભાઈ પણ અમીર હિંદુઓની યાદીમાં સામેલ

2022ના મીડિયા રિપોર્ટ અનુસાર, દીપિક પેરવાનીની કુલ સંપત્તિ 71 કરોડ રૂપિયા છે. દીપક જ નહીં પરંતુ તેમના પિતરાઈ ભાઈ નવીન પેરવાની પણ પાકિસ્તાનના અમીર હિન્દુઓની યાદીમાં સામેલ છે. તે પ્રખ્યાત સ્નૂકર ખેલાડી છે અને તેની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

મેરે પાસ પાસમાં સૌથી પહેલા અભિનય કર્યો હતો

દીપિક પરવાનીએ ઘણા પાકિસ્તાની નાટકોમાં કામ કર્યું છે. અત્યારે તેઓ હમ ટીવી પર પ્રસારિત થતી અભિનેત્રી યુમના ઝૈદી સ્ટારર નાટક ‘કર્જ-એ-જાન’માં જોવા મળે છે. આ પહેલા તે ‘મેરે પાસ પાસ’ (2004-2005), ‘કદૂરત’ (2013) અને ‘સૌતેલી’ (2014) જેવા શોમાં પણ જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button