નેશનલમનોરંજન

કોણ છે એ યુવતી કે જેના વીડિયોમાં રશ્મિકાનો ફેસ લગાવવામાં આવ્યો?

ગઈકાલથી બોલીવૂડ અને સાઉથની ફેમસ અને નેશનલ ક્રશ ગણાતી એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો એક ફેક બોલ્ડ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને કારણે હોબાળો મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને એકટ્રેસ રશ્મિકા મંદાનાએ પણ આ મામલે મૌન તોડ્યું હતું અને ફરિયાદ પણ નોંધાવી છે. હવે આ ઘટનાને લઈને બીજી એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને આ માહિતી છે જે યુવતીના ફેસ પર એક્ટ્રેસનો ફેસ મર્જ કરવામાં આવ્યો છે એ યુવતી વિશે. આ યુવતી પણ ઘટના પછી લાઈમલાઈટમાં આવી ગઈ છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ યુવતીનું નામ ઝરા પટેલ છે અને તેણે પણ વીડિયોને લઈને તેણે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઝરા પટેલે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું તે બધાને નમસ્કાર, મારા ધ્યાન પર આવ્યું છે કે કોઈએ મારા ફેસ પર લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રીના ચહેરાનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવ્યો છે. ડીપફેક વિડિયો સાથે મારે કોઈ લેવાદેવા નથી અને જે થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ જ વ્યથિત થઈ ગઈ છું અને દુઃખી પણ છું.’

તેણે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું છે કે હું એ તમામ મહિલા અને યુવતીઓના ભવિષ્યને લઈને ચિંતિત છું કે જેઓ સોશિયલ મીડિયા પર ફોટો કે વીડિયો મૂકતા ડરે છે. એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે ઈન્ટરનેટ પરની દરેક વસ્તુ વાસ્તવિક નથી. જે થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ જ પરેશાન છું.’

ઝરાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને ઝરા પટેલના આ નિવેદન પરથી એ વાત સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેણે આ વીડિયો સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ નથી કરી. આવી પરિસ્થિતિમાં સવાલ એ થાય છે કે, ઝરા પટેલના શરીર પર રશ્મિકા મંદાનાનો ચહેરો મુકનાર વ્યક્તિ કોણ છે?

આ ઘટનાને લઇને ગઈ કાલે બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી હતી અને એક્ટ્રેસનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. આજે હવે રશ્મિકા બાદ બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફના ફોટા સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. આ ફોટો ફિલ્મ ‘ટાઈગર 3’નો છે અને આ ફિલ્મમાં કેટરિનાના ટુવાલ ફાઈટ ફોટો હવે ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અશ્લીલ બનાવવામાં આવ્યો છે અને લોકો કેટરિના કૈફની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button