કોની વાત કરતાં કરતાં Koffee With Karan પર કરિના કપૂર?
ફિલ્મ મેકર કરણ જોહરનો શો Koffee With Karanની વાત જ કંઈક અલગ છે કારણ કે હંમેશા આ શો પર આવતા સેલેબ્સ પોતાની વાત કે જવાબને કારણે કોઈને કોઈ વિવાદનો મધપૂડો છંછેડી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ શો પર હાલમાં હાજરી આપવા પહોંચેલી બેબો એટલે કે કરિના કપૂર રડી પડી હતી? ચાલો તમને જણાવીએ કે આખરે એવું તે શું થયું કે કરિના રડી પડી?
કૉફી વિથ કરણની આઠમી સિઝનની વાત કરીએ તો લેટેસ્ટ એપિસોડમાં સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોર બંને આવ્યા હતા અને આ એપિસોડમાં જ હોસ્ટ કરણ જોહરે સૈફ અને શર્મિલા સાથે ખૂબ જ મસ્તી મજાક કરી હતી. એટલું જ નહીં પણ આ શોમાં સૈફ અને શર્મિલાએ પોતાની પર્સનલ લાઈફના અનેક કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા. આ જ શો દરમિયાન સૈફ અને શર્મિલા ટાગોરને એક એવું સરપ્રાઈઝ પણ મળ્યું હતું જેની એમને કલ્પના સુધ્ધા નહોતી કરી. સૈફ અને શર્મિલા માટે ફેમિલી મેમ્બર્સે એક મેસેજ પણ મોકલ્યો હતો, જેમાં કરીના કપૂર, સારા અલી ખાન અને સોહા અલી ખાનનો સમાવેશ થાય છે. વીડિયોમાં કરીનાએ સૈફ અને પોતાની સાસુ શર્મિલા વિશે વાત કરી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો બેબો પોતાની સાસુ એટલે કે સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોર માટે એક સારો મેસેજ મોકલતા જણાવ્યું હતું કે હું સૈફને મળી હતી ત્યારથી જ શર્મિલા ટાગોરને તે અમ્મા કહેતી હતી અને તેઓ એકદમ કેરિંગ અને પ્રેમાળ છે કે મને તેમની સાથે ખરેખર અલગ જ કનેક્શન ફીલ થાય છે. એટલું જ નહીં પણ મને એમની તરફથી હંમેશા એક વેલકમિંગ ફિલિંગ આપી છે.
સાસુના ભરપેટ વખાણ કરનારી કરિના પતિ સૈફ વિશે વાત કરતાં એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેણે કહ્યું કે સૈફ એ મારું વર્લ્ડ છે, મારું યૂનિવર્સ છે. મારું આખું જીવન જ સૈફની આસપાસમાં ફરે છે. જ્યારે પણ હું તેના વિશે વાત કરું છું તો મારી આંખોમાં આંસૂ આવી જાય છે. પોતાના માટે પત્નીના આવા શબ્દો સાંભળીને સૈફે પોતાની છાતી પર હાથ મૂક્યો હતો અને પોતાની ખુશી અને લાગણી વ્યક્ત કર્યો હતો.