મનોરંજન

કરિશ્મા કપૂર, વિજય વર્મા, સારા અલી ખાનને કોણ કહી રહ્યું છે ‘મર્ડર મુબારક’?

પ્રખ્યાત OTT પ્લેટફોર્મ નેટફ્લીક્સ પર હવે ‘મર્ડર મુબારક’ નામની ક્રાઇમ સ્ટોરી ધરાવતી ફિલ્મ આવી રહી છે. હાલમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી એક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરતા જોવા મળશે. જે કેસને તેઓ સોલ્વ કરવા નીકળ્યા છે તેના સસ્પેક્ટ પણ તગડા છે. જેમ કે કરિશ્મા કપૂર, વિજય વર્મા, સારા અલી ખાન, ટિસ્કા ચોપરા, આ ઉપરાંત ડિમ્પલ કાપડિયા, અને સંજય કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મના ફર્સ્ટ લુકમાં પંકજ ત્રિપાઠી પાત્ર પરિચય કરાવતા જોવા મળી રહ્યા છે, જે રીતે તેઓ અલગ અલગ પાત્રોની જાણકારી આપી રહ્યા છે, તે સાંભળવામાં ઘણું જ ફની લાગે છે. વિજય વર્મા પુરાની દિલ્હીના દિલફેંક આશિક છે, જ્યારે સારા અલી ખાન સાઉથ દિલ્હીની પ્રિન્સેસ છે.

કરિશ્મા કપૂર સસ્પેન્સ ફિલ્મોની ડ્રીમ ગર્લ છે, ડિમ્પલ કાપડિયા એક અતરંગી આર્ટિસ્ટ છે, સંજય કપૂર રોયલ બ્લડ છે. આમ પંકજ ત્રિપાઠી તમામ પાત્રોને એક ટેગ આપી રહ્યા છે અને તેના વડે મર્ડર મિસ્ટ્રી ઉકેલવાના પ્રયાસો કરી રહ્યા છે. લગભગ તમામ પાત્રોનો એક આગવો અંદાજ આ ફિલ્મમાં જોવા મળશે.

ફર્સ્ટ લુકમાં ફિલ્મની સ્ટોરી કે પ્લોટ વિશે તો કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ દર્શકો સાથે પાત્રોનો પરિચય કરાવી દેવામાં આવ્યો છે. આ ફિલ્મને સ્ત્રી, મીમી, લુકાછિપી બનાવનારા દિનેશ વિજને પ્રોડ્યુસ કરી છે, તેમજ ‘કોકટેલ, સાંસ, બહુ ઔર ફ્લેમિંગો’ બનાવનારા હોમી અડજાણિયાએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button