સૈયારા ગર્લે બર્થ ડે સેલિબ્રેશનના ફોટા પોસ્ટ કરી બૉયફ્રેન્ડનું નામ કરી દીધું જાહેર | મુંબઈ સમાચાર
મનોરંજન

સૈયારા ગર્લે બર્થ ડે સેલિબ્રેશનના ફોટા પોસ્ટ કરી બૉયફ્રેન્ડનું નામ કરી દીધું જાહેર

વર્ષ 2025ની અત્યાર સુધીની સૌથી હીટ ફિલ્મ આપનારી અભિનેત્રી અનીત પડ્ડાએ ગઈકાલે તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો, પણ તેની ચર્ચા આજે થઈ રહી છે. આનું કારણ અભિનેત્રીએ પોસ્ટ કરેલા ફોટા છે. અનીત પડ્ડાએ બર્થ ડે સેલિબ્રેશનના ફોટા લિક થયા છે. આ ફોટા જોઈ તેણે તેની રિલેશનશિપ કન્ફર્મ કરી હોવાનું જણાઈ રહ્યું છે. અનીતે તેનો 23મો જન્મદિવસ ઉજવ્યો. ખાસ ફ્રેન્ડ્સ સાથેની સિક્રેટ પાર્ટીના અમુક ફોટો બહાર આવ્યા છે.

આ ફોટામાં તેની ફિલ્મનો હીરો અહાન પાંડે પણ દેખાઈ રહ્યો છે. અહાન પહેલા તો સેલ્ફી અને વીડિયો લેવામાં બિઝી દેખાય છે, પરંતુ પછી તે અનીતની બહુ નજીક દેખાઈ રહ્યો છે. ઈન્ડસ્ટ્રીનું માનીએ તો અહાન જ અનીતનો રિયલ સૈયારા છે. બન્ને ડેટિંગ નથી કરી રહ્યા, પરંતુ સિરિયસ રિલેશનશિપમાં છે અને તેઓ કમિટેડ છે.

અહાન અને અનીત એકબીજાને પહેલેથી ઓળખતા હતા. સૈયારાના સેટ પર તેઓ એકબીજાથી નજીક આવ્યા અને ડેટ કરવા લાગ્યા. બન્નેની જોડી ફિલ્મમાં તો બહુ પસંદ કરવામાં આવી છે, પરંતુ તેમના ફ્રેન્ડ્સના જણાવ્યા અનુસાર તેઓ રિયલમાં પણ ખાસ બોન્ડિંગ ધરાવે છે. બન્ને કમિટેડ છે અને એકબીજાને ભરપૂર પ્રેમ કરે છે.

સૈયારા ગર્લના ફોટા પરથી લાગી રહ્યું છે કે બન્ને સાચે જ રિલેશનશિપમાં છે. ફિલ્મ દરમિયાન તેમની ફ્રેન્ડશિપ બહાર ન આવે તેવી કડક સૂચના યશ બેનર્સ તરફથી હતી. જો હીરો હીરોઈન રિલેશનશિપમાં છે, તેમ બહાર આવે તો ફિલ્મની પોપ્યુલારિટીને અસર થાય તેમ માનવામાં આવે છે.

ફિલ્મોની વાત કરીએ તો અનીતનું નામ શક્તિ શાલિની માટે લેવાઈ રહ્યું છે જે ઘણો મોટો પ્રોજેક્ટ છે. આ સાથે તે નાવ્યા નામની એક વેબ સિરિઝ કરી રહી છે. અહાન અલી અબ્બાસ ઝફરની એક્શન ફિલ્મમાં શરવરી વાઘ સાથે દેખાશે, તેમ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો…‘સૈયારા’ની સફળતા બાદ અનીત પડ્ડાને બીજી ફિલ્મ મળી, પણ અહાન પાંડેનું શું થશે?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button