મનોરંજન

OMG! Aishwarya Rai-Bachchanને કોણે આપી આટલી બધી Gifts?

ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે લાંબા સમયથી ફિલ્મોની દૂર રહેવા છતાં પણ લાઈમલાઈટમાં રહે છે. પછી ભલે એ બચ્ચન પરિવાર (Bachchan Family) સાથેના તેના ડામાડોળ થઈ રહેલાં સંબોધોને કારણે હોય કે દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) સાથેના સ્પેશિયલ બોન્ડને કારણે હોય. પરંતુ હાલમાં એક્ટ્રેસ ચર્ચામાં આવી છે એનું કારણ જૂદું જ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન (Aishwarya Rai Bachchan-Abhishek Bachcha)ની ગણતરી બી-ટાઉનના બેસ્ટ કપલ્સમાં કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું આ બેસ્ટ, આદર્શ ગણાતું કપલ તેમના વચ્ચે ચાલી રહેલા ખટરાગને કારણે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં ભલે ઐશ્વર્યા પોતાના પરિવાર સાથે એકદમ હસી ખુશીથી રહેતી હોય પણ આ પહેલાં પણ તેના જીવનમાં અનેક લોકો આવ્યા હતા જેને કારણે તે લાઈમલાઈટમાં રહી હતી. આવા જ એક શખ્સ વિશે આપણે અહીં વાત કરવાના છીએ. આ શખ્સે ઐશ્વર્યાને 1-2 નહીં પણ પૂરી 30 ગિફ્ટસ મોકલાવી હતી. ચાલો જાણીએ કોણે છે આ શખ્સ અને શું-શું હતું આ 30 ગિફ્ટ્સમાં…

આ ખાસ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બોલીવૂડ એક્ટર વિવેક ઓબેરોય (Bollywood Actor Vivek Oberoi) છે. વિવેક-ઐશ્વર્યાના અફેરની ચર્ચા એકદમ જોરશોરથી ચાલતી હતી અને વિવેક ઐશ્વર્યાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતો. જ્યારે બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે વિવેકે ઐશ્વર્યાને તેના 30મા બર્થડે પર 30 ગિફ્ટ્સ આપી હતી. આ સિવાય તેણે ઐશને એક પેટ ડોગ પણ આપ્યો હતો જેનું નામ તેણે સનશાઈન રાખ્યું હતું.

વાત કરીએ બંનેના બ્રેકઅપના કારણની તો વિવેક ઓબેરોયે કરેલી એક પ્રેસ કોન્ફરન્સને કારણે આ બંનેનો સંબંધ તૂટ્યો હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે વિવેકની પ્રેસ કોન્ફરન્સથી ઐશ્વર્યા ખાસ કંઈ ખુશ નહોતી અને એને કારણે જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button