જયા બચ્ચને કોને કહ્યું ચિલ્લાઓ મત… વીડિયો થયો વાઈરલ

સદ્સ્ય બીજું કોઈ નહીં પણ ખુદ મિસિઝ બચ્ચન એટલે કે જયા બચ્ચન છે. હવે તમને થશે કે જયા બચ્ચને કોને કહ્યું કે ચિલ્લાઓ મત… જયા બચ્ચનનો ગુસ્સો કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો એવો વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આખો માંઝરો…
વાત જાણે એમ છે કે બચ્ચન પરિવાર અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝના પ્રીમિયર પર સાથે જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ આખો બચ્ચન પરિવાર આ રીતે જાહેરમાં સાથે દેખાયો હતો અને સ્વાભાવિક છે જ્યાં બચ્ચન્સની વાત હોય ત્યાં પેપ્ઝનો ઉત્સાહ તો સાતમા આસમાને હોવાનો જ. બસ જયા બચ્ચન પેપરાઝી પર ગુસ્સે ભરાઈ હતી અને એનો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જયા બચ્ચન ટીના અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. જોકે, આ વખતે પણ જયા બચ્ચને હર હંમેશની જે પેપ્ઝને ઘોંઘાટ ન કરવાની ભલામણ કરી હતી, પરંતુ પેપ્ઝે તેમની વાત સાંભળી નહીં.
બસ પછી તો પૂછવું જ શું? પેપ્ઝની આવી હરકત જોઈને જયા બચ્ચનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે ઘોંઘાટ કરી રહેલાં પેપ્ઝને કહી દીધું કે ચિલ્લાઓ મત…અને તે પોતાના બંને કાન પર હાથ મૂકી દે છે તો બીજી બાજું ટીના અંબાણી સ્માઈલ કરતાં કરતાં પેપ્ઝને પોઝ આપતા જોવા મળે છે. આ સિવાય જ્યારે જયા જ્યારે બચ્ચન પરિવાર સાથે પણ પોઝ આપી રહ્યા હતા એ સમયે પણ પેપ્ઝ પર ગુસ્સો કરવાનું ચૂક્યા નહોતા. પરંતુ એ સમયે બિગ બીએ પેપ્ઝને સુન લિયા? એવો સવાલ કરીને મામલો હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે કે ભાઈ જો આટલી જ પ્રોબ્લેમ હોય તો તમે ઘરે જ કેમ નથી બેસી જતાં?