મનોરંજન

આ 3 માંથી કોણ બનશે બિગબોસ-17નો વિનર? સોશિયલ મીડિયા પર ચર્ચાએ પકડ્યું જોર

બિગ બોસ-17 હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યું છે. બિગબોસના ઘરમાં રોજ ઝઘડા થતા રહે છે, અને લોકોને આ ઝઘડાઓથી ભરપૂર મનોરંજન મળી રહ્યું છે. બિગ બોસ-17નો ગ્રાન્ડ ફિનાલે 28મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે તેવી વાતો ચાલી રહી છે. જો કે, આ તારીખો હજુ ફાઇનલ નથી. પરંતુ ફિનાલે રાઉન્ડ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સોશિયલ મીડિયા પર લોકોએ વિનર અંગે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે.

મોટાભાગે સોશિયલ મીડિયા પર આવા ત્રણ સ્પર્ધકોની વિશેષ ચર્ચા થઇ રહી છે, જેમના વિશે ચાહકોનું કહેવું છે કે આ ત્રણેય ફાઇનલિસ્ટ બની શકે એવી મજબૂત શક્યતાઓ છે.

જેમાં પહેલું નામ છે મુનાવર ફારૂકી, બીજી અંકિતા લોખંડે અને ત્રીજો છે અભિષેક કુમાર. ચાહકોના મતે આ ત્રણેય સ્પર્ધકો બિગ બોસ 17ના ફાઇનલિસ્ટ બની શકે છે. ઉલ્લેખનીય છે કે મુનાવર ફારૂકી આ સિઝન જીતવાનો સૌથી પ્રબળ દાવેદાર છે. મુનાવર તેની લવ લાઈફ અને મન્નારા સાથેની મિત્રતાના કારણે પણ ચર્ચામાં રહ્યો છે. દર્શકોને પણ મુનાવરની રમત પસંદ પડી છે. એટલે મોટી સંખ્યામાં લોકો માને છે કે મુનાવર પણ વિજેતા બની શકે છે.

આ પછી બીજા સ્થાને અંકિતા લોખંડે આવે છે, જે પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે અને આ સિઝનની બીજી સૌથી મજબૂત સ્પર્ધક છે. અંકિતાનો ફેન બેઝ પણ મજબૂત છે. અંકિતા આખી સિઝનમાં પતિ વિકી જૈન સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહી છે.

એ પછી આવે છે અભિષેક કુમાર જે પોતાના આક્રમક સ્વભાવના કારણે ચર્ચામાં રહે છે. ઘણી વખત અભિષેક સોશિયલ મીડિયા પર ‘ઑડિયન્સ ચોઈસ અભિષેક’ ટેગ સાથે ટ્રેન્ડ કરી ચુક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button