365 કરોડ રૂપિયાવાળી કઇ ફિલ્મ ઐશ્વર્યા રાયે ફગાવી હતી?
મુંબઈ: નીંબુડા ગર્લ ઐશ્વર્યા રાયનું કરિઅર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’થી ઉંચકાયું હતું અને આ ફિલ્મ જ્બ્બર હિટ સાબિત થઇ હતી. જોકે, પોતાને આટલો મોટો બ્રેક આપનારા ફિલ્મસર્જકની જ એક એવી ફિલ્મ ઐશ્ર્વર્યા રાયે અસ્વીકાર કરી હતી જેણે બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી હતી અને 3650 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
2015માં રણવીર સિંહ અને દિપીકા પાદુકોણને તેમ જ પ્રિયંકા ચોપરાને ચમકાવતી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ પહેલા ઐશ્ર્વર્યા રાયને ઓફર કરવામાં આવી હતી અને તેને લીડ રોલ કરવાનું કહેવામાં આવ્યું હતું.
જોકે, ઐશ્વર્યાએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ઐતિહાસિક ઘટના ઉપર બનેલી ફિલ્મ અને તે પણ સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા હોય તો પછી શા માટે ઐશ્ર્વર્યા ફિલ્મમાં કામ કરવા માટે ના પાડે એ પ્રશ્ર્ન થાય એ સહજ છે. પરંતુ તેનું કારણ જાણીને બધાને જ આશ્ર્ચર્ય થયું છે. આ ફિલ્મમાં કામ કરવાની ના પાડવા પાછળનું કારણ ફિલ્મની કાસ્ટિંગ હોવાનું જાણવા મળ્યું છે. હવે રણવીર સિંહ અને ઐશ્વર્યા રાય વચ્ચે તો બધુ બરાબર છે તો પછી શા માટે કાસ્ટિંગથી વાંધો હોય એ વિશે રસપ્રદ માહિતી મળી છે.
ખરેખર વાત એમ છે કે આ ફિલ્મની જાહેરાત 2003માં જ કરી દેવામાં આવી હતી અને એ વખતે આ ફિલ્મમાં લીડ રોલ તરીકે સલમાન ખાનને પસંદ કરવામાં આવ્યો હતો. હવે સલમાન ખાન અને ઐશ્ર્વર્યા રાયના વણસેલા સંબંધો જગજાહેર છે અને તેટલા જ માટે ઐશ્વર્યાએ આ ફિલ્મમાં લીડ રોલ કરવાની ના પાડી હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.