2025માં કઈ જોડી બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોના ઘરે રેલાશે પહેલાં શરણાઈના સૂર…

બોલીવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી અનેક જાણીતી હસ્તીઓના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ફેન્સ પણ તેમના ફેવરેટ સ્ટારને લગ્નબંધનમાં બંધાતા જોવા માટે આતુર હોય છે. ચાલો એક નજર કરીએ ઈન્ડસ્ટ્રીની એવી જોડીઓ પર કે જેઓ 2025માં હંમેશા માટે એકબીજાના થઈ જશે. જોકે, અહીં આપવામાં આવેલી માહિતીએ માત્ર એક ધારણા છે કોઈ પણ સેલિબ્રિટી દ્વારા લગ્નની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી.
રીતિક રોશન અને સબા આઝાદઃ

સૌથી પહેલાં વાત કરીએ રીતિક રોશન અને સબા આઝાદની. રીતિક અને સબા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેઓ એકબીજાના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરતાં રહે છે. લાંબા સમયથી બંને જણ પોતાના સંબંધોને કારણે ચર્ચામાં છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ સત્તાવાર રીતે પોતાના સંબંધોની ઘોષણા નથી કરી. જોકે, બંને પણ અનેક વખત સાથે જોવા મળ્યા છે, ત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે 2025માં કદાચ બંને જણ લગ્ન કરી શકે છે.
તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાઃ

તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા ટીવી ઈન્ડસ્ટ્રીનું ખૂબ જ જાણીતું યુગલ છે. બિગબોસથી તેમની પ્રેમ કહાનીની શરૂઆત થઈ હતી અને હવે એવું લાગી રહ્યું છે કે કદાચ તેમની આ પ્રેમ કહાની લગ્ન સુધી પહોંચી જશે. ફેન્સ એવી આશા રાખી રહ્યા છે કે કદાચ 2025ના અંત સુધીમાં બંનેના ઘરે શરણાઈના સૂર રેલાઈ શકે છે.
કૃતિ સેનન અને કબીર બાહિયાઃ

કૃતિ સેનન અને કબીર બાહિયા પણ અનેક વખત પાર્ટીને કારણે ચર્ચામાં રહે છે. કૃતિના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર સાથેની તેનજી નજદીકીઓ સોશિયલ મીડિયા માધ્યમથી અનેક વખત સામે આવી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો બની શકે છે કે 2025માં કૃતિ અને કબીર પણ લગ્ન કરી લે.
આ પણ વાંચો : આથિયા શેટ્ટી બાદ બોલીવૂડની આ ગ્લેમરસ એક્ટ્રેસે આપી Good News, પોસ્ટ શેર કરીને…
જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયાઃ

જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયાનો સંબંધણ પણ ખાસ કોઈથી છૂપો નછી. બંને અનેક વખત સાર્વજનિક જગ્યાઓ પર એક સાથે જોવા મળ્યા છે. આ દંપત્તિ માટે પણ એવું કહેવાય છે કે 2025ના અંત સુધીમાં કદાચ લગ્ન કરી લે.
જેસ્મીન ભસીન અને અલી ગોનીઃ

જેસ્મીન ભસીન અને અલી ગોનીને બિગબોસ-14માં એકબીજા સાથે પ્રેમ થયો હતો અને ત્યારથી બંને જણ એકબીજાની સાથે છે. ફેન્સ લાંબા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. બની શકે કે ફેન્સની આ ઈચ્છા આ જ વર્ષે એટલે કે 2025ના અંત સુધીમાં પૂરી થઈ જાય.
તૃપ્તિ ડિમરી અને સેમ મર્ચન્ટઃ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તૃપ્તિ ડિમરી અને સેમ મર્ચન્ટ પણ આ લિસ્ટમાં છે. તૃપ્તિની ફિલ્મોની સાથે સાથે તેની પર્સનલ લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહે છે. તૃપ્તિ અને સેમ અનેક વખત સાથે જોવા મળી ચૂક્યા છે. કથિત રીતે તૃપ્તિ અને સેમ પણ આ જ વર્ષે લગ્ન કરી શકે એવી વાતો સામે આવી રહી છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં સ્ટેજ પર રડી પડી નેહા કક્કડ અને માફી માગીઃ ફેન્સે ભણાવ્યો પાઠ…