‘હમ આપકે હૈ કોન’ની માધુરીને જોઈ કે નહીં, ચાહકો જોઈને રહી ગયા દંગ!

મુંબઈ: બૉલીવૂડની ‘ધક-ધક ગર્લ’ માધુરી દીક્ષિત (Madhuri Dixit) તેના લૂક અને ફિલ્મની દરેક બાબતને લઈને ચર્ચામાં રહે છે. માધુરી દીક્ષિતની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ (Hum Aapke Hain Koun..!) યાદ છે ને?.
આ ફિલ્મના જાણીતા ગીત ‘દીદી તેરા દેવર દિવાના’ આ ગીતમાં માધુરીએ જે આઈકૉનિક બ્લુ રંગની સાડી પહેરી હતી તેવી જ સાડી અને મેકઅપ કરી માધુરી જોવા મળી હતી. માધુરીના આ વીડિયોએ ફિલ્મની યાદો ફરીથી તાજી થઈ ગઈ છે.
ડિરેક્ટર સૂરજ બડજાતિયાની બૉલીવૂડ આ કલ્ટ ક્લાસિક ફિલ્મમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિતના પહેરવેશને આજે પણ લોકો ફેન્સી ડ્રેસ તરીકે પહેરીને ફિલ્મને યાદ કરે છે. 1994માં રિલીઝ થયેલી આ ફિલ્મને આજે પણ લોકલો એટલી જ પસંદ કરે છે. હવે માધુરી પણ તેની ‘હમ આપકે હૈ કોન’ ફિલ્મની આઈકૉનિક બ્લુ સાડી પહેરીને શૂટિંગ પર પહોંચી હતી.
એક રિપોર્ટ મુજબ માધુરી ટીવી પર ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દિવાને 4’ના સેટ પર પહોંચી હતી. માધુરી તેના આ લૂકની એક ઝલક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. માધુરીને આ ક્લાસિક લૂકમાં ફરીથી જોઈને ચાહકો તેના પર ઓવારી ગયા હતા.