‘5000 રૂપિયા ગુમાવ્યા, 500 કરોડ રૂપિયા કમાશે’, જ્યારે કિંગ ખાનના જીવનમાં થયો ચમત્કાર…
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને આજે કોઇ પરિચયની જરૂર નથી. તેની આજે ઘણી ફેન ફોલોઈંગ છે. કિંગ ખાન માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાહકો ક્રેઝી છે. જો કે શાહરૂખ ખાને આ સ્ટારડમ જાત મહેનતથી, ભારે પરિશ્રમ કરીને કેવી રીતે હાંસલ કર્યું છે તે બધા જાણે છે. બાદશાહ ખાન ઝીરોમાંથી આગળ આવ્યા છે. તમારા અને મારા જેવા સાવ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા શાહરૂખ ખાનને પૈસાની કિંમત ખબર છે, તેમણે ગરીબી, બેહાલી જોઇ છે. બોલિવૂડના ‘બાદશાહ’ કહેવાતા શાહરૂખ ખાન સાથે એકવાર 5000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. એ સમયે તેમની માટે પાંચ હજાર રૂપિયાની કિંમત ઘણી હતી. જોકે, આ રકમ ચોરાયા પછી તેમની સાથે જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું ન હતું. હવે તમે વિચારતા હશો કે શું થયું? તો ચાલો જાણીએ…
આ પણ વાંચો: શાહરૂખ ખાનને ધમકી આપનાર વકીલની ધરપકડ; પુછપરછ માટે મુંબઈ લાવવામાં આવશે
એક વાર શાહરૂખ ખાન અજમેર શરીફ દરગાહ ગયા હતા. તેમની માતાની તબિયત સારી નહોતી અને માતા માટે પ્રાર્થના કરવા માટે તેઓ અજમેર શરીફની દરગાહ પર ગયા હતા અને માતાના સ્વાસ્થ્ય માટે દુઆ માંગી ચાદર ચઢાવી હતી. રસ્તામાં કંઇ જરૂર પડે તો કામ આવે એમ કરીને કિંગ ખાનની માતાએ તેમને પાંચેક હજાર રૂપિયા આપ્યા હતા અને તેને સુરક્ષિત રાખવા કહ્યું હતું, પણ અજમેર શરીફ દરગાહમાં તેમનું પાકિટ ચોરી થઇ ગયું. તેઓ તેને શોધવા માટે ગયા ત્યારે ત્યાં એક ફકીર બાબા બેઠા હતા. તેણે ચાનક પૂછ્યું કે શું થયું દીકરા, કંઈ ખોવાઈ ગયું છે તો શાહરૂખે જણાવ્યું કે, હા બાબા, મારા પાંચ હજાર રૂપિયા ખોવાઈ ગયા છે.
ત્યારે બાબાએ તેમને કહ્યું હતું કે, તમે ચિંતા કેમ કરો છો, જો તમે અહીં આવ્યા છો તો તમે ખાલી હાથે નહીં જશો.. ભલે તમે 5000 રૂપિયા ગુમાવ્યા પણ તમે 500 કરોડ રૂપિયા કમાઈને જશો.
આ પણ વાંચો: શાહરૂખ ખાને એક, બે નહીં ત્રણ વાર લગ્ન કર્યા છે, સચ્ચાઇ જાણીને….
વર્ષો બાદ આ ઘટના વિશે જણાવતા શાહરૂખે કહ્યું હતું કે, આપણે શિક્ષિત લોકો છીએ, તેથી આપણે આવી બાબતો પર વધુ ધ્યાન આપતા નથી, પરંતુ જ્યારે હું ક્યારેક તેના વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે આવું પણ થાય છે. ક્યારેક ચમત્કાર પણ થાય છે.
શાહરૂખ ખાન સાથે તો ખરેખર ચમત્કાર જ થયો છે. તેમની પાસે આજે અપાર સંપત્તિ છે અને તેની પાસે કોઈ વસ્તુની કમી નથી. જોકે, શાહરૂખ ખાને આ બધું હાંસલ કરવા માટે ઘણી મહેનત કરી છે. ત્યારે જ તેઓ આજે આ પદ પર પહોંચ્યા છે.