સાસરામાં પહેલું કામ ક્યું કર્યું નવી નવેલી દુલ્હન કૃતિ ખરબંદાએ?
આપણે દેશમાં લગ્ન બાદ અમુક નિયમો છે જે વણલખાયેલા છે, પણ સૌ કોઈ હોશે હોશે માને છે. જેમાંનો એક છે લગ્ન બાદ સાસરે આવેલી વહુએ રસોડામાં જઈ એક સારી વાનગી ખાસ કરીને મીઠાઈ બનાવવાનો. આજકાલ છોકરીઓ રસોઈમાં પારંગત હોતી નથી, તેમ છતાં આ રિવાજ તો અપનાવે જ છે. તો પછી બોલીવૂડની હીરોઈનોને પણ આ રિવાજ લાગુ પડે ને…હમણા જ લગ્ન થયા છે તે બોલીવૂડ કપલ પુલકિત (pulkit Shamrat) અને કૃતિ (Kruti Kharbanda)ના ઘરમાં પણ આ રિવાજને અનુસરવામાં આવ્યો હતો અને કૃતિએ પોતાની પહેલી રસોઈના ફોટા શેર કર્યા છે.
પુલકિત સમ્રાટ pulkit Shamrat અને કૃતિ ખરબંદા (Kruti Kharbanda)તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. બન્નેના લગ્નો ભલે બીજી સેલિબ્રિટી જેટલા ગાજ્યા ન હોય છતાં ખૂબ જ ભવ્ય અને સુંદર રીતે લગ્ન થયા હતા અને બન્ને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. હવે જ્યારે કૃતિ સમ્રાટ પરિવારની વહુ બની ગઈ છે ત્યારે તેણે પહેલીવાર રસોડમાંજઈ બધા માટે હલવો બનાવ્યો છે.
આ પણ વાંચો
આ ખાસ આઉટફિટ ડિઝાઈન કરાવ્યા હતા Pulkit And Krutiએ પોતાના લગ્ન માટે…
કૃતિ ખરબંદાએ શેર કરેલી તસવીરોમાં તે રસોડામાં જોવા મળી રહી છે. અભિનેત્રી લાલ સૂટ હાથમાં બંગડીઓ, ગળામાં મંગળસૂત્ર અને કપાળ પર સિંદૂર પહેરેલી જોવા મળે છે. એક તસવીરમાં કૃતિ બનાવેલો રવાનો શિરો (સુજીકા હલવા) દેખાઈ છે. હલવો તસવીરમાં તો મસ્ત દેખાય છે. આ હલવો દાદી સાસુએ ખધો હોવાનું અને તેમને ખૂબ ભાવ્યો હોવાનું પણ કૃતિએ જણાવ્યું છે. કૃતિ ખરબંદાએ તેની દાદી સાથે એક તસવીર શેર કરી છે, જેમાં તે દાદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે – Approved by Dadi.
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ 16 માર્ચે માનેસરના ગ્રાન્ડ આઈટીસી રિસોર્ટમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેએ પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં કપલના લગ્નની તમામ વિધિઓની ઝલક જોવા મળી હતી. લગ્ન બાદ 17 માર્ચે પુલકિત સમ્રાટ તેની દુલ્હન સાથે દિલ્હી ઘરે પહોંચ્યો હતો. જ્યાં નવી દુલ્હનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.