અભિષેકની ગેરહાજરીમાં આ શું કરતી જોવા મળી Aishwarya Rai-Bachchan અને આરાધ્યા? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવા બચ્ચન પરિવારની બહુરાની અને ઈન્ડસ્ટ્રીની મોસ્ટ બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર અને અભિષેક બચ્ચનથી દૂર પોતાની માતાના ઘરે રહે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આ વીડિયો પાછળની ઈનસાઈડ સ્ટોરી-
વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને આરાધ્યા બચ્ચનને સાથે પર્ફોમ કરતા જોવા માટે ભલે રાહ જોવી પડે, પણ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા તમને આ નજારો જોવા મળી શકે છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે પહેલાં ઐશ્વર્યાની ફિલ્મ તાલનો એક વીડિયો જોવા મળે છે જ્યારે બાદમાં આરાધ્યા બચ્ચનના સ્કુલના એન્યુઅલ ડેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં આરાધ્યા પરફોર્મ કરી રહી છે અને ઓડિયન્સમાં બેઠેલી ઐશ્વર્યા દીકરીના ડાન્સને મોબાઈલમાં શૂટ કરી રહી છે.
આ પણ વાંચો: હજારો લોકો વચ્ચે Jaya Bachchanએ ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…
આ વીડિયો શેર કરનારા એડમિને આ વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે જેવી મા એવી દીકરી. આ વીડિયો પર ફેન્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સ ઐશ્વર્યાના વખાણ કરતાં નથી થાકી રહ્યા. તમારી જાણ માટે કે ઐશ્વર્યાનો આ સીન સુભાષ ઘઈના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ તાલનો છે. આ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે સાથે અનુલ કપૂર અને અક્ષય ખન્ના પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચને કહ્યું માઈ નેમ ઈઝ નોટ… અભિષેક જોતો જ રહી ગયો
વાત કરીએ આરાધ્યા બચ્ચનની તો આરાધ્યા પણ પોતાના સ્કુલના એન્યુઅલ ડેમાં પરફોર્મ કરતી રહે છે. તે શાહરૂખ ખાનના દીકરા અબરામ ખાન, સૈફ અને કરિનાના લાડકવાયા તૈમુર અલી ખાન સાથે પણ પ્લેમાં પરફોર્મ કરી ચૂકી છે. મોટાભાગના સ્ટાર કિડ્સ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુમાં ભણે છે અને જ્યારે પણ આ સ્કુલનો એન્યુઅલ ડે ફંક્શન થાય છે ત્યારે તે મીડિયામાં છવાયેલો રહે છે.