મનોરંજન

બોલો, હુમા કુરેશીના શોમાં ગ્રેટ ખલીએ શું કરી નાખ્યું, તોડી નાખી ખુરશી અને

મુંબઈ: WWEના સુપરસ્ટાર રેસલર ધ ગ્રેટ ખલી (The Great Khali) તેમની કુસ્તી, તાકાત અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાને લીધે ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi)ના કોમેડી શો ‘મેડનેસ મચાએંગે’માં ધ ગ્રેટ ખલીની જજ તરીકે એન્ટ્રી થવાની છે. આ અઠવાડિયાના શનિવાર અને રવિવારે ટેલિકાસ્ટ થનારા એપિસોડમાં એક કોમેડિયને ખલીની મજાક ઉડાવી હતી. કોમેડિયનની વાતથી ખલી ગુસ્સે થતાં શોના ટીઝરમાં જોવા મળી રહ્યા છે.

‘મેડનેસ મચાએંગે’ના આ વિકેન્ડના એપિસોડનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કોમેડિયન પરિતોશ ત્રિપાઠી ખલી જેવા કપડાં પહેરીને આવે છે અને ખલીની મજાક ઉડાવતા કહે છે તે કે આ માણસ (ખલી)ને આટલું તેલ જોઈએ છે કે અમેરિકાને પણ તેની શોધ કરી રહી છે. જો આ માણસ એક હાથ પર બીજો હાથ ફરાવે તો કઢાઈમાંથી ભથૂરા કાઢશે.

જોકે, એ જ વખતે કોમેડિયન પરિતોશ ત્રિપાઠીની આ કોમેડી ખલીને નહીં ગમતા તે ગુસ્સામાં આવી જાય છે અને એક લિમિટ હોય છે, તમે આ શું બકવાસ કરી રહ્યા છો, એવું ખલી આ ટીઝરમાં જોવા મળી રહ્યા છે. ત્યાર બાદ ખલી એકદમ ગુસ્સે ભરાઈને તેની નજીકની ખુરશી અને ટેબલને તોડવાનું શરૂ કરે છે. આ જોઈને પરિતોશ અને હુમા કુરેશી બંને ડરી જાય છે, પણ ખલીનું ગુસ્સે થવું શોના એક્ટનો એક ભાગ છે, એવું લોકો કહી રહ્યા છે.

ખલીએ આ શોના વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં ખલી હુમા સાથે પંજો લગાવતો પણ જોવા મળી રહ્યો છે, જેમાં તે હારી જાય છે. આ વીડિયોને શેર કરતાં ખલીએ લખ્યું હતું કે પહેલી વખત હાર્યો છું. ખલીને ટીવી પર જોવા લોકો ખૂબ જ ઉત્સાહી હોય છે અને ખલીનો આ નવો અંદાજ પણ લોકોને પસંદ આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button