સની દેઓલનો દારૂની નશામાં ધૂત રસ્તા પર ચાલતા વીડિયોની શું છે સચ્ચાઈ?
ગઈકાલથી સની ગદર અને ગદર ટુ સ્ટાર બોલીવૂડના એક્ટર સની દેઓલ રાતના સમયે રસ્તા પર નશામાં ધૂત રખડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. પરંતુ હવે આ વીડિયો પાછળની સચ્ચાઈ સામે આવી છે. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયો પાછળની સચ્ચાઈ…
મળી રહેલી માહિતી પ્રમાણે હાલમાં જ સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તે નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે અચાનક જ એક ઓટોડ્રાઈવર સનીની મદદે આવે છે અને તે સનીને ઓટોમાં બેસાડી દે છે.
આ વિડીયો વાઈરલ થતાં જ ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક નેટિઝન્સે સનીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે સનીના આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું આ રીતે બીજેપી સાંસદ સાહેબ અને બોલીવૂડના સ્ટાર એક્ટરસની દેઓલ દારૂના નશામાં રસ્તાઓ પર ફરે છે. આ તે સત્તાનો ઘમંડ છે કે, ગદર 2ની સફળતાનો?
પરંતુ આજે અમે અહીં તમારા માટે આ વીડિયો પાછળની સચ્ચાઈ લઈને આવ્યા છીએ. આ વીડિયો હકીકતમાં તો એક ફિલ્મના શૂટિંગનો ભાગ હોવાનું સામે આવ્યું છે. વીડિયોની હકીકત વિશે વાત કરીએ તો વીડિયોમાં માત્ર સની દેઓલ જ જોવા મળે છે અને તમારી જાણ માટે કે તે નશામાં નથી અને તે માત્ર નશામાં હોવાની એક્ટિંગ કરી રહ્યો છે. આ દ્રશ્ય સનીની આગામી ફિલ્મ ‘સફર’નની શૂટિંગનો એક ભાગ હોવાનું કહેવાઈ રહ્યું છે.
જો તમે પણ આ વીડિયોને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે કેમેરાથી સનીનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે કેમેરો પણ ફરતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ઓટોરિક્ષા પણ આ શૂટિંગનો જ એક ભાગ છે. આ સિવાય સનીના ચહેરા પર હળવું સ્મિત પણ જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સનીએ પણ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે દારૂ નથી પીતો. આલ્કોહોલ ખૂબ જ કડવું હોય છે અને તેમાંથી દુર્ગંધ આવે છે એટલું જ નહીં પણ એના સેવન બાદ માથું પણ દુખવા લાગે છે તો શા માટે એને પીવાનો શો અર્થ? હું ક્યારેય દારૂ પીતો નથી.