ત્રણ હીટ ફિલ્મો આપ્યા બાદ SRK શું કરી રહ્યો છે?

શાહરૂખ ખાન 2023માં બોક્સ ઓફિસ પર પઠાણ, જવાન અને ડંકીએ જંગી કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. વર્ષ 2023 કિંગ ખાન માટે ખૂબ જ ખાસ રહ્યું છે. હાલમાં કિંગ ખાન પોતાની આઈપીએલ ટીમ કેકેઆર ને ચિયર કરતો જોવા મળે છે ત્યારે તે ફિલ્મો કરી રહ્યો છે કે નહીં.
બોક્સ ઓફિસ પર ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડેંકી’એ જંગી કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. વર્ષ 2023 કિંગ ખાન માટે ખૂબ જ ખાસ રહ્યું છે. હવે શાહરૂખ ખાન આ દિવસોમાં તેની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મેચને લઈને ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ તેની આગામી ફિલ્મ વિશે પણ ખુલાસો કર્યો છે.
શાહરૂખ ખાનના ચાહકો તેને મોટા પડદા પર પાછા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આ ચાલુ વર્ષ તેમણે એસઆરકેની ફિલ્મ વિના જ પસાર કરવું પડશે. શાહરૂખે ખુલાસો કર્યો હતો કે તે જૂનમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે ત્રણ ફિલ્મો પછી તેણે બ્રેક લીધો હતો કારણ કે તે થોડો આરામ કરવા માંગતો હતો.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને આ ઈન્ટરવ્યુમાં કહ્યું મને લાગ્યું કે આ ત્રણ ફિલ્મો પછી હું થોડો આરામ કરી શકીશ. આટલી મહેનત પછી શરીરને આરામની જરૂર છે. આ વખતે મેં KKR ટીમને પણ કહ્યું હતું કે આ વખતે હું બધી મેચ જોઈશ. સદનસીબે, મારી આગામી ફિલ્મનું શૂટિંગ હવે ઓગસ્ટ અથવા જુલાઈમાં થશે… તેથી જ હું તમામ મેચો જોઈ શકું છું. કોલકાતા આવીને મને ઘરે આવવા જેવું લાગે છે.
કિંગ ખાને ગયા વર્ષે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’માં સિદ્ધાર્થ આનંદ સાથે કામ કર્યું હતું. શાહરૂખ ખાને આગામી ફિલ્મના નામ અંગે કંઈપણ જાહેર કર્યું નથી.