બિગબોસ હાર્યા બાદ શું કરી રહી છે અંકિતા? બેસ્ટ ફ્રેન્ડે લેટેસ્ટ તસવીરો શેર કરી જણાવ્યા હાલ
મુનાવર ફારૂકી આ વખતે બિગબોસનો વિનર બન્યો છે અને અંકિતા લોખંડે આ શો હારી ચુકી છે. જે રીતે અંકિતા ફાઇનલ સુધી પહોંચી હતી તેને જોતા સૌકોઇને એવું લાગતું હતું કે આ વખતે અંકિતા જ જીતશે, પરંતુ એવું થયું નહી. કારમી હાર બાદ અંકિતાની શું હાલત છે, તે શું કરી રહી છે તેવા દરેકના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી અંજલિ અરોરાએ તેની અને અંકિતાની કેટલીક તસવીરો શેર કરી છે જેના પરથી એનો તાગ મેળળી શકાય છે કે અંકિતા ધીમેધીમે કોપઅપ કરી રહી છે.
અંજલિ અરોરાએ તેની ઇન્સ્ટા પોસ્ટમાં શેર કરેલી અંકિતા સાથેની સેલ્ફી પરથી સ્પષ્ટપણે દેખાઇ આવે છે કે અંકિતા હજુ પણ હારને પગલે હતાશ છે. તે કેમેરા સામે તો સ્માઇલ કરી રહી છે પરંતુ એ સ્માઇલ પાછળ હારનું દર્દ પણ દેખાઇ રહ્યું છે.
અંજલિએ કેપશનમાં લખ્યું હતું કે ‘અંકિતા લોખંડેનું બેસ્ટ વર્ઝન. અમે સૌ તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. ગઇકાલનો ફોટો.’ જો કે અંકિતાએ પણ ફિનાલે બાદ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે આ જર્ની હંમેશા યાદગાર રહેશે.
જો કે બિગબોસ-17માં હાર મળવા પાછળ અંકિતાએ પોતે જ પોતાના પગ પર કુહાડો માર્યો હતો તેવું કહી શકાય, તે એક ‘સંસ્કારી વહુ’ નો ટેગ લઇને આ શોમાં આવી હતી, પણ તેના પતિ વિકી જૈન તરફના તેના ટોક્સિક વર્તનને કારણે તેના સાસરાના લોકો સહિત ભારતીય દર્શકોની નજરમાંથી પણ તે ઉતરી ગઇ. સૌને ખ્યાલ છે એમ વિકી પર તેણે જૂતા-ચંપલ ફેંક્યા. થપ્પડો મારી, લાતો મારી વગેરે બાબતો દર્શકો માટે સ્વીકારવું શક્ય નહોતું.