પટણા: બિહારના જુમઇમાંથી લવસ્ટોરીમાં ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં લગ્ન વખતે યુવતી લગ્નમંડપમાંથી ભાગીને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ વિચિત્ર કિસ્સામાં જ્યારે પોલીસ પહોંચી ત્યાર બાદ જે થયું તે જોઈને દરેક લોકો હસી પડ્યા હતા.
એક અહેવાલ મુજબ આ બંનેને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે આ યુવક તેની પ્રેમિકા સાથે એ રીતે ભેટી પડી હતી કે બંનેને છૂટા કરવા પોલીસને પરસેવા છૂટી ગયા હતા. આ ઘટનાને લઈને એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના જુમઇમાં એક યુવતીના પરિવારે તેના લગ્ન નક્કી કર્યા હતા. લગ્નને લઈને દરેક તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે લગ્ન પહેલા જ છોકરી તેના પ્રેમી સાથે ભાગી જતાં આ ‘અજબ પ્રેમકી ગજબ કહાની’ ચર્ચામાં આવી હતી.
લગ્નના માત્ર આઠ દિવસ પહેલા જ આ છોકરીએ તેના પ્રેમી સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ વાત લઈને યુવતીના પરિવારે પોલીસમાં મિસિંગ રિપોર્ટ દાખલ કર્યો હતો ત્યાર બાદ પોલીસે તપાસ કરતાં આ યુવતી તેના પતિ સાથે ગામમાં રહેતી હતી, જ્યારે પોલીસ આ યુવતીના પરિવાર સાથે તેમના ઘરે પહોંચી ત્યારે આ બંને એકબીજાને એવી રીતે ભેટી પડી હતી કે કે બંનેને એકબીજાને અલગ કરવા માટે પોલીસ અને પરિવારને મહેનત કરવી પડી હતી.
બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ બંને એક બીજાને ગળે વળગીને પોલીસ સાથે જવાનો વિરોધ કરી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ બંનેને જુદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.